(વિરલ રાણા દ્વારા) ભરૂચ,
મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંગ્રેજી માધ્યમ,ગુજરાતી માધ્યમ ની જુદી જુદી શાળાઓ,આઈ.ટી.આઈ અને ગીફટેડ–૩૦ દ્વારા આજરોજ ૩૦ જેટલી ઈન્દોર અને આઉટ ડોર રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રમતોમાં આશરે ૩પ૦ જેટલા પસંદગી પામેલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.આ રમતોમાં પ૦ મીટર દોડ, ૧૦૦ મીટર દોડ,રીલે દોડ,કબડી,ખોખો, રસ્સા ખેંચ,બેડમિન્ટન, લાંબી કુદ,ગોળા ફેંક,ચક્રફેંક,બરછી ફેંક,કિક્રેટ વગેરે જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું.જેમાં રેફરીનો નિર્ણય આખરી ગણી દરેક રમતોમાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રથમ અને દ્રિતિય ક્રમ આપવામાં આવ્યા હતા અને મુનીર મુન્શી સ્કુલ દ્વારા માનવ પીરામીડ રજુ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે મુન્શી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ જનાબ ઐયુબ અકુજી,જનાબ દિલાવર,ઈબ્રાહીમ સાલેહ ખાન,યુનુસભાઈ,નિશારભાઈ તથા મુન્શી ટ્રસ્ટના સી.ઈ.ઓ સુહેલ,કારોબારી સભ્ય સલીમ અને વિદેશથી પધારેલા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.જેમાં ટ્રસ્ટીઓ દ્વારા તથા વિદેશથી પધારેલા મહેમાનો વડે વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું અને વિજેતા વિદ્યાર્થીઓને રોકડ ઈનામ આપવામાં આવ્યું હતું તથા હારેલા દરેક વિદ્યાર્થીઓને વધુ પ્રયત્ન અને મહેનત કરવાથી તમે રમતમાં જીતી શકો છો,તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું.ત્યાર બાદ પ્રસંગના અંતે વિજેતા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ,સિલ્વર મેડલ અને ટ્રોફી એનાયત કરી,તેમના ઉત્સાહમાં વધારો કરવામાં આવ્યો હતો.પ્રસંગના અંતે વિદ્યાર્થીઓના અભિપ્રાય લેવામાં આવ્યા હતા અને ઉપસ્થિત જન મેદની અને વિદેશથી પધારેલા મહેમાનોની આભારવિધી મન્સુરીએ કરી હતી.
મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત વિવિધ રમતોમાં વિજેતા વિદ્યાર્થીઓને ઈનામ આપવમાં આવ્યા
- ટ્રસ્ટીઓ દ્વારા તથા વિદેશથી પધારેલા મહેમાનો વડે વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું