google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Home Gujarat ભરૂચ – અંકલેશ્વર ખાતે જગન્નાથજીની રથયાત્રા દરમ્યાન વાહન વ્યવહાર ઉપર અંશત: નિયંત્રણ...

ભરૂચ – અંકલેશ્વર ખાતે જગન્નાથજીની રથયાત્રા દરમ્યાન વાહન વ્યવહાર ઉપર અંશત: નિયંત્રણ મુકતું જાહેરનામું

0
41

ભરૂચ,
ભરૂચ શહેરમાં તારીખ-૦૭/૦૭/૨૦૨૪ ના રોજ અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની રથયાત્રા કલાક ૧૬/૦૦ થી કલાક ૨૨/૦૦ સુધી ફુરજા ખાતે આવેલ દત્ત મંદિરથી નીકળી મોટા બજાર ચાર રસ્તા, કતોપોર સ્લોપ, ચોકસીવાડ,લાલ બજાર,પશ્ચિમ ચુનારવાડ, જુના બજાર, લલ્લુભાઈ ચકલા, નવાડેરા, હાજીખાના બજાર, આચારવાડ ખડકી, સોનેરી મહેલ સકર્લ થઈ મોટા ભોઈવાડ ખાતે આવેલ ધોધારાવ મંદિર ખાતે પૂર્ણ થનાર છે.રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાશે. જેથી જાહેર જનતાની સલામતી માટે ઉપરોકત દિવસ દરમ્યાન વાહન વ્યવહાર ઉપર અંશત: નિયંત્રણ મુકવાની આવશ્યકતા જણાય રહી છે.આથી એન.આર.ધાધલ,અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચ સને-૧૯૫૧ નાં ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૩(૧) (બી) અન્વયે મળેલ સત્તાની રૂએ, ભરૂચ શહેરમાં નીચે જણાવેલ વિસ્તારોમાં તારીખ:૦૭/૦૭/૨૦૨૪ નાં રોજ ૧૫:૦૦ કલાકથી ૨૩:૦૦ કલાક સુધી નીચેનાં રૂટનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ રાખવા ફરમાવું છું.આ હુકમ પોલીસ કે બીજા અધિકારીઓ કે જે પોતાની ફરજો અંગે બંદોબસ્ત માટે વાહન લઈ ફરતા હશે તેને બંધનકર્તા રહેશે નહિ.
અંકલેશ્વર શહેરમાં તારીખ: ૦૭/૦૭/૨૦૨૪ ના રોજ અષાઢી બીજ નિમિત્તે જુના દીવા રોડ પર આવેલ હરીદર્શન સોસાયટીથી ભગવાન જગન્નાથજીનાં મંદિરથી નિકળી જલારામ મંદીર, ભરૂચી નાકા,જયોતિ ટોકીઝ,આઈસ ફેક્ટરી-સેલારવાડ, ચૌટા નાકા, ચૌટા બજાર, હનુમાન ડેરી,અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન, જોષીયા ફળીયા પંચાયટીવડ,સાંઈ મંદિર,ભરૂચી નાકા,રમણે મૂળજીની વાડી થઈ પરત જગન્નાથજી મંદિર ખાતે આવી હરિ દર્શન સોસાયટી ખાતે વિસર્જન થનાર છે. યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાશે.જેથી જાહેર જનતાની સલામતી માટે ઉપરોક્ત દિવસ દરમ્યાન વાહન વ્યવહાર ઉપર અંશત નિયંત્રણ મુકવાની આવશ્યકતા જણાય છે.
આથી એન.આર.ધાધલ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચને સને-૧૯૫૧ નાં ગુજરાત પોલીસ અધિનિયમની ૩૩(૧)(બી) અન્વયે મળેલ સત્તાની રૂએ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં નીચે જણાવેલ વિસ્તારોમાં તારીખ- ૦૭/૦૭/૨૦૨૪ ના સવારના ૧૧:૦૦ કલાકથી રાતનાં ૨૦:૦૦ કલાક સુધી નીચેના રૂટનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ રાખવા ફરમાવું છું. આ હુકમ પોલીસ કે બીજા અધિકારીઓ કે જે પોતાની ફરજો અંગે બંદોબસ્ત માટે વાહન લઈ હશે તેને બંધનકર્તા રહેશે નહિ.
આ હુકમનું ઉલ્લંધન કરનાર સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે. તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચ દ્નારા મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!