(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા- ૨૦૨૩ ની કલમ- ૧૬૩ તથા આમુખ-(૩) થી તેમને મળેલી સત્તાની રૂએ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જીતનગર ગામે આવેલી રાજપીપળા જિલ્લા જેલના પ્રિમાઈસીસ (સંકુલ) માં કોઈપણ વ્યક્તિને મોબાઈલ ફોન કે સીમકાર્ડ કે દૂરસંચાર માધ્યમના અન્ય ગેઝેટ્સ સાથે પ્રવેશવા તથા તેનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.આ જાહેરનામાની અમલવારી તા.૨૯/૦૯/૨૦૨૪ ના ૨૪:૦૦ કલાક સુધી ક૨વાની ૨હેશે.અત્રે ઉલ્લેખનીય છે કે, કોઈપણ રાજ્ય સેવક કે જે પોતાની ફરજના ભાગરૂપે બંધાયેલ છે તેવી વ્યક્તિને તેની ફ૨જ દમિયાન આ હુકમ લાગુ પડશે નહીં.આ જાહેરનામાનો ભંગ ક૨ના૨ વ્યક્તિ ભા૨તીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે.આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ ક૨વા માટે અધિક્ષક,રાજપીપળા જિલ્લા જેલ તેમજ નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરી પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.