google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratભરૂચ કલેકટર તુષાર સુમેરાના અઘ્યક્ષસ્થાને દિવ્યાંગ બાળકો માટેનો સાધન સહાય વિતરણનો કાર્યક્રમ...

ભરૂચ કલેકટર તુષાર સુમેરાના અઘ્યક્ષસ્થાને દિવ્યાંગ બાળકો માટેનો સાધન સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો

- જિલ્લાના તમામ દિવ્યાંગ બાળકોને સરકારી તમામ લાભો મળતા રહે એવી નેમ વ્યક્ત કરતા જિલ્લા કલેકટર તુષાર સુમેરા

ભરૂચ,
ભરૂચ જિલ્લાની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોને સ્વતંત્ર અને પરિપૂર્ણ જીવન જીવવા તથા સશકિતકરણના હેતુસર જિલ્લા વિકાસ અધિકારીની કચેરી, શિક્ષણ શાખા સમગ્ર શિક્ષા, જિલ્લા પંચાયત, ભરૂચ અને જીએનએફસી નારદેસના સંયુકત ઉપક્રમે દિવ્યાંગ બાળકો માટેના સાધન સહાય વિતરણનો કાર્યક્રમ ભરૂચના જે.પી.કોલેજના ઓડિટોરીયમ હોલ ખાતે જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અઘ્યક્ષ સ્થાને અને જિલ્લા વિકાસ અધિકારીપી.આર.જોષીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.
કાર્યક્રમના મુખ્ય અઘ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે દિવ્યાંગ બાળકો સમાજના તમામ વર્ગો સાથે મળીને સંકોચ વગર જીવી શકે તે માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર સતત ચિંતિત છે.ત્યારે આપણા જિલ્લા વહિવટી તંત્ર અને સામજિક સંસ્થાઓના સહયોગથી તમામ દિવ્યાંગોને તમામ લાભો મળતા રહે એવી નેમ તેમણે વ્યક્ત કરી હતી.જિલ્લા પંચાયત અને જીએનએફસી નારદેસ ધ્વારા કરેલા સહયોગને પણ તેમણે બિરદાવ્યું હતું. તેમના સહયારા પ્રયત્ન થતી કેટલાયે ઘરોમાં દિવ્યાંગોનું જીવન વધુ સરળ બને તેવા સાધનો ઉપલબ્ધ કરાવવા આવ્યાં છે.દિવ્યાંગોના કલ્યાણ માટે રાજય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી પણ આપી હતી.વધુમાં જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષીએ સમગ્ર શિક્ષા અને જીએનએફસી નારદેસ ધ્વારા દિવ્યાંગ બાળકો ધ્વારા થઇ રહેલી સેવાકીય કાર્યોની સરાહના કરી હતી
ઉપસ્થિત મહાનુભાવો એ દિવ્યાંગોને પ્રતિકાત્મક સાધનોનું વિતરણ કર્યુ હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતીબા રાઓલ,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકાર સચિન શાહ,જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સહિત જીએનએફસી નારદેસના અધિકારીગણ,સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ, વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ,દિવ્યાંગ બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!