વાગરા,
વાગરા તાલુકાના આંકોટ બસ સ્ટેન્ડ નજીક મોટર સાયકલ સ્લીપ થતા યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ રાત્રે સાડા આઠ વાગ્યાના સમયે વાગરા તાલુકાના આંકોટ બસસ્ટેન્ડ નજીક મોટર સાયકલ સ્લીપ થઈ જતા એક યુવકનું ગંભીર ઈજાઓને પગલે કરુણ મોત નિપજ્યું હતું.સુતરેલ ગામનો 24 વર્ષીય સંદીપ રાજેશ રાઠોડ જે પોતાના કબ્જાની હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ જેનો રજિસ્ટ્રેશન નંબર જીજે ૧૬ ડીએમ ૮૨૨૬ જે લઈને ભરૂચથી વાગરા તરફ આવી રહ્યો હતો.તે દરમ્યાન ગત રાત્રીના સાડા આઠ વાગ્યાના અરસામાં આંકોટ ગામના બસ સ્ટેન્ડ નજીક મોટર સાયકલ સ્લીપ થઈ જતા તે માર્ગ ઉપર પટકાયો હતો. જેથી તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.ઘટનાની જાણ થતાંજ વાગરા પોલીસ સહિત 108 ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તને વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડયો હતો.જોકે ગંભીર ઈજાઓને પગલે મોટર સાયકલ સવાર ઈસમનું કરુણ મોત નિપજ્યું હતું. વાગરા પોલીસે મૃતકનું પીએમ કરાવા સાથે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી.