google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratરાજપીપલામાં મહારાજ ફિલ્મ સામે વિરોધ : વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા ભક્તોએ કલેકટરને...

રાજપીપલામાં મહારાજ ફિલ્મ સામે વિરોધ : વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા ભક્તોએ કલેકટરને આપ્યું આવેદન

- નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપલા ખાતે વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા ભક્તોમાં રોષ - ફિલ્મ મહારાજ પર કાયમી ધોરણે પ્રતિબંધ લગાવવા માટેની માંગ કરી

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
રાજપીપલા સહીત નર્મદા જિલ્લામાં પણ મહારાજ ફિલ્મ સામે વિરોધ જોવા મળ્યો હતો.ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા ભક્તોએ રાજપીપલા ખાતે કલેકટરને આવેદનપત્ર આપ્યુંહતું. અને વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા ભક્તોએ ફિલ્મ મહારાજ પર કાયમી ધોરણે પ્રતિબંધ લગાવવા માટેની માંગ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું
નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપલા ખાતે વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા ભક્તોમાં રોષ સાથે મહારાજ ફિલ્મ સામે વિરોધ વ્યક્ત કર્યો.આ ફિલ્મને લઈ અલગ અલગ જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે.ત્યારે રાજપીપલા વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ ભેગા મળી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું અને ફિલ્મ મહારાજા પર કાયમી ધોરણે પ્રતિબંધ લગાવવા માટેની માંગ કરી હતી.મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો અને વૈષ્ણવ સંપ્રદાયના લોકો ભેગા મળી ઉગ્ર આંદોલન કરવાની તૈયારી કરી રહ્યા છે.જેને લઇને રાજપીલામાં માં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાય દ્વારા વિરોધ કરાયો છે.ફિલ્મમાં પુષ્ટિમાર્ગના સિદ્ધાંતો સમજ્યા વગર બ્રિટિશ કોર્ટ દ્વારા એક તરફી નિર્ણય દર્શાવ્યો હોવા નો વૈષ્ણવ સંપ્રદાયોએ આરોપો લગાવ્યા છે,તેમજ ઐતિહાસિક તથ્યોને ભ્રષ્ટ કરી ખોટા દ્રશ્યો બતાવ્યા હોવાનો અને ગુરૂ વિશે ટિપ્પણી કરી હોવાનો વૈષ્ણવ સંપ્રદાયે આક્ષેપ કર્યો છે.આ ફિલ્મથી વૈષ્ણવ સંપ્રદાયની આસ્થાને ઠેસ પહોંચી હોવાથી વિરોધ કરાયો હતો.
વધુમાં વૈષ્ણવ સંપ્રદાયના ભક્તોએ જણાવ્યુ હતું કે વારંવાર હિન્દુ ધર્મ ઉપર ફિલ્મો બનાવીને હિન્દુ સમાજની આસ્થાને ઠેસ પહોચડવાનું કામ કરવામાં આવે છે. આટલું જ નહીં ફિલ્મને હિત કરવા માટે માત્રને માત્ર આવા સ્ટન્ટ કરીને વિવાદ ઉભા કરવામાં આવે છે.જેથી પુસ્તક લખનાર અને તેના ઉપરથી ફિલ્મ બનાવનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો જ ભવિષ્યમાં આવી રીતે હિન્દુ ધર્મ ઉપર ફિલ્મો બનાવીને હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડવાની પ્રવૃતિ બંધ થાય.આ આવેદન પત્ર આપવા રાજપીપળાના વૈષ્ણવો મોટી સંખ્યામાં જોડાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!