google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratસ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા ધોરીમાર્ગ ઝઘડિયા પર વધતા જતા અકસ્માતોને લઈને જનતામાં...

સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા ધોરીમાર્ગ ઝઘડિયા પર વધતા જતા અકસ્માતોને લઈને જનતામાં ચિંતા

- ચોવીસ કલાક વાહનોની રફતારને લઈને જીવંત રહેતા આ ધોરીમાર્ગને છ માર્ગીય બનાવવા તાકીદે યોગ્ય આયોજન કરવામાં આવે તે જરૂરી

(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જીલ્લાના અંકલેશ્વર અને રાજપીપળા સાથે જોડતો ધોરીમાર્ગ રાજપીપળાની આગળ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળ સાથે જોડાતો મહત્વનો ધોરીમાર્ગ છે.આ માર્ગ રાજપીપળાની આગળ બોડેલી અને છોટાઉદેપુર તરફના માર્ગ સાથે પણ જોડાય છે.વળી અંકલેશ્વર નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ સાથે જોડાતો હોઈ બોડેલી અને છોટાઉદેપુર તરફથી સુરત અને મુંબઈ તરફ જવાવાળા વાહનો પણ આ માર્ગનો ઉપયોગ કરે છે.તેને લઈને આ ધોરીમાર્ગ ચોવીસ કલાક વાહનોની રફતારથી ધબકતો રહે છે.આ માર્ગ પર અને ખાસ કરીને ઝઘડિયા તાલુકા માંથી પસાર થતાં વિસ્તારમાં વારંવાર સર્જાતા નાના મોટા અકસ્માતોને લઈને જનતામાં ચિંતા ફેલાઈ છે.આવાજ એક અકસ્માતની ઘટનામાં તા.૨૦ મીના રોજ રાજપારડી – ઉમલ્લા વચ્ચે સંજાલી પાટિયાથી હરિપુરા ગામ વચ્ચે રાતના આઠ વાગ્યાના અરસામાં રોંગ સાઈડે આવી રહેલ એક મોટર સાયકલ રાજપારડી તરફથી ઉમલ્લા તરફ જઈ રહેલ એક મોપેડ સ્કુટર સાથે અથડાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ મોટર સાયકલ ચાલક ધર્મેન્દ્ર નાનસંગભાઈ સોલંકી રહે.પિપદરા તા.ઝઘડિયાનાનું સારવાર દરમ્યાન મોત થયું હતું.જ્યારે મોપેડ સવાર હુશેનખાન ખોખર અને શાહીનુરબાનું ખોખરને ઈજાઓ થતાં સારવાર માટે લઈ જવાયા હતા.
ઉલ્લેખનીય છેકે રાજપીપળાની આગળ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થતાં આ સ્થળ ભારતભરના સહેલાણીઓ માટે એક મહત્વના પર્યટન સ્થળ તરીકે આગળ આવ્યું છે.ત્યારે ભવિષ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળની મુલાકાતે આવનાર સહેલાણીઓની સંખ્યામાં મોટો વધારો થશે,ઉપરાંત બોડેલી – છોટાઉદેપુર તરફના વાહનો તેમજ નર્મદા અને ભરૂચ જીલ્લાના આ વિસ્તારના વાહનોની મોટી અવરજવરને લઈને અંકલેશ્વર – રાજપીપળા વચ્ચેના આ ધોરીમાર્ગને છ માર્ગીય બનાવવાની તાકીદની જરૂર જણાય છે અને લાંબા સમયથી ભરૂચ – નર્મદા જીલ્લાની જનત‍માં આ માર્ગ છ માર્ગીય બનાવાય તેવી માંગ જોવા મળી છે.ત્યારે ચોવીસ કલાક વાહનોની રફતારને લઈને જીવંત રહેતા આ ધોરીમાર્ગને છ માર્ગીય બનાવવા તાકીદે યોગ્ય આયોજન કરવામાં આવે તે જરૂરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!