google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, April 19, 2024
HomeGujaratઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના જાગૃત નાગરિકો દ્વારા સમારકામના કામ માટે લોક...

ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના જાગૃત નાગરિકો દ્વારા સમારકામના કામ માટે લોક ફાળો ઉઘરાવ્યો

ઝઘડિયા નગરમાં જાહેર રસ્તા ઉપર પડેલા ખાડાઓ તથા ગટરોના ઢાંકણો રીપેર કરવાની રજૂઆત ધ્યાને નહીં લેતા જાગૃત નાગરિકો દ્વારા ફાળો ઉઘરાવી પંચાયતને ફાળો આપવાનો પ્રયાસ કર્યો હતો

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના તાબાના ઝઘડિયા નગર તથા સુલતાનપુરા વિસ્તારમાં જાહેર રસ્તાઓ પર મોટા ખાડાઓ પડી જવાના કારણે વાહનો ચલાવવાની ભાડે હાડમારી પડતી હોય છે. ઉપરાંત ગામમાં ઘણી જગ્યાએ ગટરોના ઢાંકણા ખરાબ થઈ ગયા હોય કેટલાક જાગૃત યુવાન નાગરિકો દ્વારા ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતને આ બાબતે રજૂઆત કરી હતી.પરંતુ પંચાયત દ્વારા નાગરિકોની વાતને ધ્યાન પર લેવામાં ન આવી હતી, જેથી ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના યુવાન નાગરિકો કરણસિંહ પરમાર,રાજુભાઈ પટેલ,ચંદુભાઈ વસાવા,જયેશભાઈ સોલંકી,મુકેશભાઈ સહિતના યુવાનો દ્વારા આજરોજ ઝઘડિયા ગામમાં ફરી રોડ રસ્તાની ખરાબ હાલત જણાવી તેના સમારકામ માટે ફાળો માંગ્યો હતો.મોટા ભાગના ગ્રામજનો દ્વારા યુવાનોને રસ્તાના ખાડા પૂરવા તથા ગટરના ઢાંકણાઓ સમારકામ કરવા માટે ફાળો આપવામાં આવ્યો હતો.આ ફાળો લઈ યુવાનો ગ્રામ પંચાયતમાં સરપંચને ફાળો આપવા માટે ગયા હતા પરંતુ સરપંચે તેમનો ફાળો સ્વીકાર્યો ન હતો અને જણાવ્યું હતું કે તમે ઉઘરાવેલો ફાળો તાલુકા પંચાયતમાં આપી આવો,ત્યારે આવા સામાન્ય કામ માટે પણ જો પંચાયત ના સત્તાધીશો દ્વારા યુવાનો‌ લોક ફાળો માંગવા મજબૂર થતા હોય તો ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના વહીવટ સામે ઘણા પ્રશ્નો ઊભા થયા છે !

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!