google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeCrimeઝઘડિયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં ચોરીના વધતા જતા બનાવોને લઈને જનતા ચિંતિત

ઝઘડિયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં ચોરીના વધતા જતા બનાવોને લઈને જનતા ચિંતિત

- તાલુકાના ઉચેડિયા ગામે છેલ્લા પાંચેક દિવસથી ચોરો આંટાફેરા મારતા હોવાની ફરિયાદ - ગામના સરપંચે પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવા લેખિતમાં રજુઆત કરી

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં લાંબા સમયથી વધી રહેલા ઘરફોડ ચોરીઓના બનાવોથી તાલુકાની જનતા ચિંતિત બની છે.ત્યારે તાલુકાના ઉચેડિયા ગામે છેલ્લા ચાર પાંચ દિવસથી કેટલાક શંકાસ્પદ ઈસમો ચોરી કરવાના ઇરાદે રાત્રી દરમ્યાન આંટાફેરા મારતા હોવાનું જાણવા મળ્યું છે.ઉચેડિયાના સરપંચે ઝઘડિયા પોલીસ મથકમાં આ બાબતે લેખિતમાં જાણ કરીને રાત્રી પેટ્રોલિંગ સઘન બનાવીને પોલીસ બંદોબસ્ત આપવા માંગ કરી હતી. સરપંચ દ્વારા લેખિતમાં કરાયેલ ફરિયાદમાં જણાવાયું હતું કે છેલ્લા ચારેક દિવસથી રાત્રીના સમયે કેટલાક શંકાસ્પદ ઈસમો ચોરી કરવાના ઈરાદે આવે છે.વધુમાં જણાવાયા મુજબ તસ્કરોએ હાલમાં બે મકાનોને નિશાન બનાવ્યા હતા પરંતું સદભાગ્યે તેઓને કઇંપણ હાથ લાગ્યું નહતું.ઉલ્લેખનીય છે કે પાછલા ત્રણ ચાર વર્ષોથી તાલુકામાં ઘરફોડ ચોરીઓના  બનાવો મોટીસંખ્યામાં બન્યા હતા.આ ચોરીઓની ઘણી ઘટનાઓમાં લાખો રૂપિયાના મુદ્દામાલ ચોરાયા હતા.પરંતું ચોરીઓના ભેદ વર્ષો વિતવા છતાં હજી વણ ઉકલ્યા રહેતા તાલુકામાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી હોવાનું સાબિત થયું છે અને તસ્કરો જાણે તંત્રને ખુલ્લો પડકાર આપીને છાસવારે ચોરીઓના બનાવોને અંજામ આપી રહ્યા હોવાનું પણ ફલિત થાય છે.તાલુકામાં વધી રહેલા ચોરીઓના બનાવોને અટકાવવા પોલીસ દ્વારા રાત્રી પેટ્રોલિંગ સઘન બનાવાય તેવી જનતા માંગ કરી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પૂર્વે ગામમાં ચોર આવ્યા હોય ગ્રામજનો જાગી જતા તેની પાછળ દોડયા હતા ત્યારે ચોરો સીમ તરફ ભાગ્યા હતા. ચોરોનો પીછો કરતા ગ્રામજનોને નાના સાજાં ની સીમમાંથી બે બિન વારસી બાઇકો મળી હતી જે ગ્રામજનોએ પોલીસને સોંપી હતી.પોલીસે પ્રાથમિક તપાસમાં ગ્રામજનોને એવું જણાવ્યું હતું કે આ બિનવારસી મળેલ બાઈકો પૈકી એક બાઈક કાંટોલના કોઈ રહીશના નામની છે અને તેઓ સસલા મારવા માટે આવ્યા હોવાનું ઔપચારિક રીતે જણાવ્યું હતું ! ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે શું કોઈ સસલા મારવા માટે કાંટોલ થી ૩૦ થી ૪૦ કિલોમીટર નાના સાંજની સીમમાં આવે ખરા!

પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓ ઝડપાય છે તો ઘરફોડ ચોરો કેમ‌ ઝડપાતા નથી?

ઝઘડિયા પંથકના ઝઘડિયા રાજપારડી ઉમલ્લા વિસ્તારોમાં લાખો રૂપિયાની રોકડ તથા લાખોના સોના ચાંદીના ઘરેણાની ઘરફોડ ચોરી થઈ છે.જિલ્લા પોલીસના એલસીબી પેરોલ ફ્લો સ્કવોડ જેવી વિવિધ ટીમો કાર્યરત છે જેમના દ્વારા વર્ષોથી નાસતા ફરતા બુટલેગરો,પેરોલ પર છૂટેલા કેદીઓને ઝડપી લેવામાં આવે છે ત્યારે ઝઘડિયા તાલુકા સહિત જિલ્લાભરમાં ઠેર ઠેર ઘરફોડ ચોરીઓ થઈ રહી છે તો જીલ્લા પોલીસ ની ટીમો દ્વારા કેમ અન્ય આરોપીઓ, ગેરકાયદેસર કૃત્ય કરનારાની માફક ઝડપી લેવામાં આવતા નથી!! જિલ્લા પોલીસવડાએ ઘરફોડ ચોરી દામવા બાબતે સ્પેશીયલ ટાસ્ક ફોર્સ બનાવી ઘરફોડ ચોરોને ઝડપી લેવા એકશન પ્લાન બનાવવો જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!