(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
જાહેર અને ખાનગી સંસ્થાઓને રોજગાર વિનિમય કચેરી (સી.એન.વી.) એક્ટ-૧૯૫૯ અને નિયમ ૧૯૬૦નું પાલન કરવું ફરજીયાત છે. જે અંતર્ગત નર્મદા જિલ્લામાં આવેલી જાહેરક્ષેત્રની તમામ કચેરીઓ તેમજ ખાનગી ક્ષેત્રનાં તમામ એકમો-સંસ્થા જેવા કે કારખાના, ઓફીસ, શાળા-કોલેજો, હોસ્પિટલ, હોટેલ, પેટ્રોલપંપો, બેન્કો તેમજ આઉટસોર્સ અને કોન્ટ્રાક્ટર એજન્સીઓએ ત્રિમાસિક રીટર્ન ઈ.આર.-૧ તેમજ ઉત્પાદન લક્ષી એકમોએ છ માસિક ૮૫%નું (સ્થાનિક-બિનસ્થાનિક) રીટર્ન ૩૦ દિવસમાં પૂરૂ પાડવું ફરજીયાત છે.આ ઉપરાંત નિયત જોગવાઈ અનુસાર ખાલી જગ્યા ભરવા ૧૫ દિવસ પહેલા રોજગાર કચેરીને અથવા અનુબંધમ પોર્ટલ પર વેકેન્સી (જોબ) પોસ્ટ કરી નોટીફીકેશન કરાવવું ફરજીયાત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી સમયમાં સંસ્થા / એકમોને કુશળ માનવબળ ઝડપથી મળી રહે તે હેતુથી રોજગાર કચેરીની કામગીરી ઓનલાઈન બનાવવા માટે સરકાર દ્વારા અનુબંધમ પોર્ટલ (ANUBANDHAM.GUJARAT.GOV.IN) અને (NCS.GOV.IN) શરૂ કરવામાં આવેલ છે.જેમાં જોબ પોસ્ટ કરીને તેમજ જોબસિકર સર્ચ કરીને યોગ્ય ઉમેદવારને રોજગારીની તકો પૂરી પાડી શકે છે. માહે-ડિસેમ્બર-૨૦૨૩ અંતિત ત્રિમાસિક ઈ.આર.૧ રીટર્ન અને ડિસેમ્બર અંતિત છ માસિક ૮૫% (સ્થાનિક રોજગારી) રીટર્ન ફરજીયાત મોકલવાની છેલ્લી તારીખ ૩૦/૦૧/૨૦૨૪ છે. જે અનુબંધમ પોર્ટલ/ એમ્પ્લોયમેન્ટ પોર્ટલ તેમજ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન બીજે માળ, રાજપીપલા ખાતે રૂબરૂ અથવા ઈ-મેઈલ ([email protected]) થી મોકલી આપવા જણાવવામાં આવ્યું છે.જે સંસ્થા/એકમો સમયસર રીટર્ન નહીં મોકલે તેમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેમ ઈન્ચાર્જ જિલ્લા રોજગાર અધિકારી(જન)-નર્મદા દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.
નર્મદા જિલ્લામાં આવેલી જાહેરક્ષેત્રની કચેરીઓ તેમજ ખાનગી ક્ષેત્રનાં એકમો-સંસ્થાએ ત્રિમાસિક રીટર્ન ૩૦મી જાન્યુઆરી સુધીમાં મોકલવું
- પોર્ટલ/ એમ્પ્લોયમેન્ટ પોર્ટલ તેમજ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન બીજે માળ, રાજપીપલા ખાતે રૂબરૂ અથવા ઈ-મેઈલ થી મોકલી શકાશે