google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratનર્મદા જીલ્લામાં શાળા પ્રવેશોત્સવની ગુણાત્મક અસર : ડ્રોપ આઉટ રેશિયો માઈનસ ૦.૦૩...

નર્મદા જીલ્લામાં શાળા પ્રવેશોત્સવની ગુણાત્મક અસર : ડ્રોપ આઉટ રેશિયો માઈનસ ૦.૦૩ ટકા થયો

- આરોગ્ય વિભાગની જન્મ નોંધણીની વિગતોને આધારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ તંત્રએ બાળકોને ટ્રેસ કરી શાળામાં નામાંકન કરાવ્યું - નર્મદા જીલ્લામાં પિયર અને સાસરૂ ધરાવતી મહિલાના બાળકોની વિગતો અન્ય જિલ્લા સાથે આપલે કરાઈ

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ૨૧ વર્ષથી ચલાવવામાં આવી રહેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ગુણાત્મક અસરો નર્મદા જીલ્લામાં જોવા મળી રહી છે.પ્રવેશ પત્ર બાળકોનું શાળામાં સો ટકા નામાંકન થાય એવા હેતું શરૂ કરવામાં આવેલા શિક્ષણ ક્ષેત્રના આ મહત્વપૂર્ણ અભિયાનને પરિણામે નર્મદા જીલ્લામાં ડ્રોપ આઉટ રેશિયો ગત્ત વર્ષે માઈનસ ૦.૦૩ ટકા થયો છે. 

નર્મદા જીલ્લામાં ડ્રોપ આઉટ રેશિયો માઈનસમાં જવા પાછળની સ્થાનિક જીલ્લા પ્રશાસનના પ્રયત્નોની માહિતી આપણા જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી  નિશાંત દવે એ જણાવ્યું કે, શાળામાં પ્રવેશપાત્ર બાળકોની યાદી માટે આરોગ્ય વિભાગની મદદ લેવામાં આવી છે.ગામમાં જન્મેલા બાળકોની ઉંમરના આધારે આ યાદી તૈયાર કરવામાં આવે છે અને તેના આધારે શાળામાં જે તે બાળકનું નામાંકન કરવામાં આવે છે. 

નર્મદા જીલ્લામાં પીયર ધરાવતી માતાઓના બાળકોની વિગતો તેમના સંબંધિત જીલ્લાને મોકલવામાં આવી છે અને તે જ રીતે નર્મદા જીલ્લામાં સાસરૂ ધરાવતી હોય પણ, તેમના બાળકોનો જન્મ બીજા જિલ્લામાં થયો હોય તેવા બાળકોની યાદી પ્રાપ્ત કરવામાં આવી છે. સામાન્ય સામાજિક રિવાજને કારણે મહિલા પોતાના પ્રથમ બાળકની પ્રસુતિ તેમના પિયરમાં કરાવતી હોય છે. આ કારણોસર આરોગ્ય વિભાગના ડેટાને આધારે બાળકોને ટ્રેસ કરવામાં આવ્યા છે અને તેમને પ્રવેશ આપવામાં આવ્યો છે. 

નર્મદા જીલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં પ્રાથમિક શાળાનો ડ્રોપ આઉટ રેશિયો ઉત્તરોઉત્તર ઘટી રહ્યો છે, તે હકીકત શિક્ષણ વિભાગના આંકડાઓ ઉપરથી ફલિત થાય છે.જીલ્લામાં છેલ્લા પાંચ વર્ષ, વર્ષ ૨૦૧૮-૧૯થી ૨૦૨૨-૨૩ દરમિયાન ડ્રોપ આઉટર રેશિયાની સ્થિતિ જોઇએ તો અનુક્રમે ૧.૩૧ ટકા, ૧.૭૬ ટકા, ૦.૧૪ ટકા, ૦.૫૦ ટકા અને માઈનસ ૦.૦૩ ટકા થઈ છે. 

કન્યા કેળવણી અભિયાન માટે પ્રોત્સાહક બાબત એ પણ છે કે, નર્મદા જીલ્લામાં કન્યા ડ્રોપ આઉટ રેશિયો કુમારની સાપેક્ષે ઓછો છે. ઉક્ત વર્ષ દરમિયાનના કન્યા ડ્રોપઆઉટ રેશિયોનું અનુક્રમે પ્રમાણ જોઈએ તો ૧.૧૦ ટકા, ૧.૪૩ ટકા, માઈનસ ૦.૦૨ ટકા, ૧.૩૭ ટકા અને ૦.૩૬ ટકા છે. નર્મદા જીલ્લામાં ૨૬થી શરૂ થનારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના ૨૧માં ચરણમાં આંગણવાડીમાં ૨૮૧૪, બાલવાટિકામાં ૬૯૫૦, ધોરણ ૧માં ૮૦૮૮ અને ધોરણ ૯માં ૫૫૭૨ બાળકનો પ્રવેશ આપવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!