google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, June 25, 2024
HomeCrimeમુલદ ટોલ પ્લાઝા પાસેથી ઘાસ ચારાની આડમાં સંતાડી લઈ જવાતો વિદેશી દારૂનો...

મુલદ ટોલ પ્લાઝા પાસેથી ઘાસ ચારાની આડમાં સંતાડી લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

- ભરૂચ એલસીબીએ ૭૪ હજારનો દારૂ અને ટ્રક મળી કુલ ૧૧.૬૯ લાખના મુદ્દામાલ જપ્ત કર્યો - પોલીસે બે ઈસમોને ઝડપી પાડ્યા જ્યારે અન્ય મોકલનાર અને મંગાવનાર બેને વોન્ટેડ જાહેર કરાયા

ભરૂચ,

અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ માંડવા ટોલ પ્લાઝા પાસેથી પશુઓના ઘાસચારાની આડમાં સંતાડી લઈ જવાતા વિદેશી દારૂ જથ્થા સાથે બે ઈસમોને ૧૧.૬૯ લાખના મુદ્દામાલ સાથે ભરૂચ એલસીબીએ ઝડપી પાડયા હતા જ્યારે અન્ય બેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમા હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે ટ્રક નંબર આરજે ૨૧ જીસી ૫૮૬૬ માં પશુઓના સૂકા ઘાસચારાની આડમાં સંતાડી વિદેશી દારૂનો જથ્થો ભરી સુરતથી ભરૂચ તરફ જનાર છે.જે બાતમીના આધારે પોલીસે અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ માંડવા ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી આ દરમ્યાન બાતમી વાળી ટ્રક આવતા પોલીસે તેને અટકાવી ટ્રકની અંદર તપાસ કરતાં સૂકા ઘાસચારાની નીચેથી વિદેશી દારૂની ૮૬૫ નંગ બોટલ મળી આવતા ૭૪ હજારનો દારૂનો જથ્થો મળી આવવા સાથે બે મોબાઈલ,રોકડા રૂપિયા,સુકો ઘાસચારો અને ટ્રક મળી કુલ ૧૧.૬૯ લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો અને બનાસકાંઠાના તેનીવાડા સ્થિત મોમીન નગરમાં રહેતો ઈસ્તિયાક હનીફ નેદરિયા તેમજ મોહમંદ અકબર સિપાઈને ઝડપી પાડયા હતા. ઝડપાયેલ બંને આરોપીઓની પોલીસે પૂછપરછ કરતાં વિદેશી દારૂનો જથ્થો મુંબઈના ઈમરાન નામના ઈસમે ભરી આપી ઉંઝાના સુનિલને આપવાનું કહ્યું હોવાની કબૂલાત કરતા બંને ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા અને આગળની તપાસ હાથધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!