(જયશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાં બે અલગઅલગ સ્થળોએથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાવાની ઘટનાઓમાં કુલ ત્રણ ઈસમો સામે ગુનો નોંધાયો હતો.
ઝઘડિયા પોલીસ માંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા પોલીસને બાતમી મળી હતીકે મુલદ ઓવર બ્રીજના સર્વિસ રોડ પર મુલદ કાશી ફળિયામાં જવાના રસ્તા પર ઉભો રહી સ્કુટરની ડીકીમાં ઈંગ્લીશ દારૂ રાખીને મુલદ ગામનો લક્ષ્મણ ઉર્ફે બાબર મહેન્દ્ર વસાવા દારૂનું વેચાણ કરે છે.પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે જઇને સદર ઇસમ લક્ષ્મણ વસાવાને ભારતીય બનાવટના વિદેશી દારૂની ૨૦ નંગ બોટલો,બે નંગ મોબાઈલ,રોકડા રૂપિયા તેમજ સ્કુટર મળીને કુલ રૂપિયા ૮૮૨૭૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.જ્યારે દારૂનો જથ્થો નવાગામ કરાર તા.અંકલેશ્વરના સતિષ ચંદુભાઈ વસાવા પાસેથી લાવવામાં આવ્યો હોવાનું જણાવાતા પોલીસે ઉપરોક્ત બન્ને ઈસમો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાવાની બીજી ઘટનામાં ઉમલ્લા પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન મળેલ બાતમી મુજબ પાણેથા ગામે રહેતા અજય ખોડાભાઈ વસાવાના ઘરના પાછળના ભાગેથી એક કાપડની થેલી માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કિંમત રૂપિયા ૧૧૦૦ ની બોટલ નંગ ૧૧ કબજે લીધી હતી.જ્યારે પોલીસને જોઈને નાશી ગયેલ અજય ખોડાભાઈ વસાવા વિરૂધ્ધ ગુનો નોંધીને કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.