google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratરાજપારડી ગામે હડકાયા કુતરાનો આતંક : ચોવીસ કલાકમાં ૮ પુરુષ,૩ મહિલા અને...

રાજપારડી ગામે હડકાયા કુતરાનો આતંક : ચોવીસ કલાકમાં ૮ પુરુષ,૩ મહિલા અને ૨ બાળકીઓને એક જ દિવસમાં કરડ્યું

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામમાં છેલ્લા ૨૪ કલાકથી એક હડકાયા કૂતરાનો આતંકનો ભય ગ્રામજનોને સતાવી રહ્યો છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે ગત છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજપારડી નગરના ચાર રસ્તા મસ્જિદ વિસ્તારમાં એક હડકાયુ કુતરુ લોકોને ભયભીત કરી રહ્યું છે.આ હડકાયા કૂતરાએ છેલ્લા ૨૪ કલાકમાં આઠ પુરુષો ત્રણ મહિલાઓ અને બે નાની બાળકીઓને મળી કુલ ૧૩ જેટલા લોકોને બચકાં ભરી ઈજાગ્રસ્ત કર્યા છે.આ ઉપરાંત હડકાયા કૂતરાએ કેટલા અન્ય જાનવરોને પણ બચકા ભર્યા હોવાની માહિતી મળી રહી છે.આ લખાય છે ત્યાં સુધી ૧૩ જેટલા લોકોએ અવિધા સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર તેમજ જરૂરી રસી લીધી છે.આટલા લોકોને કરડયા બાદ હડકાયું કૂતરુ મૃત હાલતમાં મળી આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!