(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
એપ્રિલ થી પંચકોશી નર્મદા પરિક્રમાનો પ્રારંભ થયો છે.એક મહિના ચાલનારી આ પરિક્રમા માટે લાખો શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે આવતા હોવાથી આ વખતે નાવડીયો ની સંખ્યા વધારવામાં આવી છે.ત્યારે આ વખતે બહારથી નાવડીઓને મંગાવતા સ્થાનિક નાવડી વાળાઓમાં રોજ જોવા મળ્યો હતો. પહેલા દિવસે આ નાવીકો ધારણા પર બેસી ગયા હતા અને તંત્ર સામે રોજ વ્યક્ત કરતા તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.ખાસ કરીને નર્મદા પંચકોશી પરિક્રમામાં રેંગણ ગામના લોકોને નાવડીની પરિમશન ન આપતા નાવિકો રોષે ભરાયા હતા અને ધરણા પર બેસી જતા માછીમારો વિરોધ કરતા તંત્ર દોડી આવ્યું હતું.તંત્રએ બહારથી વધુ નાવડીઓ મંગાવતા સ્થાનિકોની રોજી રોટી છીનવાય તેમ હોવાથી સ્થાનિકોમા રોષ ફેલાયો હતો.
જોકે તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.જોકે તંત્ર દ્વારા સમજવાતા મામલો થાળે પડ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે હરણી તળાવની ઘટના પછી લાઈફ જેકેટો ફરજીયાત બનાવીઆ વખતે નાવડીઓની સંખ્યા વધારાઈ છે.જેમાં સ્થાનિકોને અન્યાય નહીં થાય એવી તંત્રની ખાત્રી આપી હતી. અને કોઈ પણ ગામ ને અન્યાય નહિ થાયની બાહેઘરી તંત્ર દ્વારા આપવામાં આવી હતી.છેવટે સમજાવટ બાદ ગામ લોકોને રોજગારી મળતા વિરોધ બંધ કરવામાં આવ્યો હતો અને ગામના તમામ લોકો માં ખુશીની લાગણી છવાઈ હતી.
નર્મદા પંચકોશી પરિક્રમામાં રેંગણ ગામના લોકોને નાવડીની પરિમશન ન આપતા રોષ
-સ્થાનિક નાવિકો ધરણા પર બેસી જતા માછીમારો વિરોધ કરતા તંત્ર દોડી આવ્યું - બહારથી વધુ નાવડીઓ મંગાવતા સ્થાનિકોમાં રોષ : કોઈપણ ગામને અન્યાય નહિ થાયની બાહેઘરી તંત્ર દ્વારા આપવામાં આવી