google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 16, 2024
HomeGujaratસંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત રાઘા બાલ વાટિકામાં “રિશ્તે” થીમ આધારિત શાળાનો...

સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત રાઘા બાલ વાટિકામાં “રિશ્તે” થીમ આધારિત શાળાનો વાર્ષિકોત્સવ ઉજવાયો

- વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન થાય અને સંબંધો મૂલ્યલક્ષી બને એ હેતુથી કાર્યક્રમ રજુ કરાયો

ભરૂચ,

સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત ભરૂચ શહેરમાં ચાલતી રાઘા બાલ વાટિકામાં “રિશ્તે” થીમ આધારિત શાળાનો વાર્ષિકોત્સવ ઉત્સાહભેર ઉજવાયો હતો.જે સદર કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય થી કરવામાં આવી હતી.આ વાર્ષિકોત્સવમાં વિદ્યાર્થીઓએ ગુરુવંદના થી શરૂઆત કરી ગુરુ-શિષ્ય, ભગવાન-ભક્ત, દાદા-દાદી, માતા-પિતા, મામા-મામી, ભાઈ-બહેન, પડોશી,દેશપ્રેમ, સ્વપ્રેમ, (self love) જેવા સંબંધોને ઉજાગર કરતા મૂલ્ય લક્ષી સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો.સદર કાર્યક્રમ નિહાળી શ્રોતાઓ ભાવ વિભોર બન્યા હતા. વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન થાય અને સંબંધો મૂલ્યલક્ષી બને એ હેતુથી કાર્યક્રમ રજુ કરાયો હતો.

આ વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં ૫૨૫ જેટલા વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો.તદ્દઉપરાંત શાળામાં ૨૦-૨૫ વર્ષથી ફરજ બજાવતા શિક્ષકોને સન્માનિત કરાયા હતા.શાળામાં નિયમિત હાજરીને મહત્વ અપાતા વર્ષ ૨૦૨૨-૨૩ માં આર્ય પટેલે ૧૦૦ ટકા હાજરી હોય તેને સર્ટીફિકેટ આપી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

આ શુભ પ્રસંગે શાળામાં મુખ્ય મહેમાન તરીકે ડૉ. ચિત્રા જોષી, રીજનલ ડાયરેક્ટર ઓફ સ્કુલ નોર્થ એન્ડ સાઉથ ઈન્ડીયા, ઝી લર્ન લિમિટેડ ન્યુ દિલ્હી થી બાળકો અને વાલીઓને પ્રોત્સાહિત કરવા માટે પધારેલ હતા.સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી મધુસુદન રૂંગટા, ટ્રસ્ટી ઉપેન્દ્ર રૂંગટા, ટ્રસ્ટી જુગલ કિશોર રુઈયા,પ્રશાંત રુઈયા, ટ્રસ્ટી કમલેસ ઉદાણી, ડી.ઈ.ઓ કિશન વસાવા, રૂંગટા વિદ્યાભવન અને રૂકમણીદેવી રૂંગટા વિદ્યાલય ના કેમ્પસ ડાયરેક્ટર કુલવંત્ત મારવાલ SMCP સંસ્કાર વિદ્યાભવનના એડમીનીસ્ટ્રટર તેમજ પ્રિન્સીપાલ શર્મિલા દાસ, મીપરીક ચેરમેન અને ભરૂચ એજયુકેશન સોસાયટીના ટ્રસ્ટી પ્રશાત રુહિયા તથા ભરૂચ શહેરના પ્રતિષ્ઠિત વ્યકતિઓ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનું સમાપન “વસુધૈવ કુટુમ્બકમ” (વિશ્વ એક પરિવાર છે.) વિશ્વને એક કુંટુંબ માનવાની ભાવનાને ઉજાગર કરતા અને રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સફળ સમાપન કરવામાં આવ્યુ હતું. શાળાનો વાર્ષિક રિપોર્ટ શાળાના સંચાલક જાસ્મીન મોદીએ આપ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!