(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)
ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત માં પ્રવેશ મેળવ્યો ના બીજા દિવસે સાંજે બોડેલી પાસે આવેલા ખાંડીવાવ ગામે ખુલ્લા મેદાનમાં ટેન્ટ બનાવી રાત્રી રોકાણ કર્યું હતું.આજે સવારે બોડેલી અલીપુરા ચોકડી પર ભારત જોડો ન્યાય યાત્રા આવી પહોંચતા ઢોલ માંદલ સાથે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનું આદિવાસીઓની પરંપરા મુજબ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.જોકે રાહુલ ગાંધીએ બોડેલી ખાતે ચાલુ જીપ માં હાથ હલાવી અભિવાદન કર્યું હતું અને નસવાડી નગર માં ચાલુ જીપ માં લોકોનું અભિવાદન કર્યું હતું, અને દેવલીયા ચોકડી થી નર્મદા જિલ્લામાં પ્રવેશ મેળવ્યો હતો.બોડેલી ખાતે જામેલી ભીડનો ખિસ્સા કાતરૂઓએ લાભ ઉઠાવી 50થી વધુ નેતાઓ અને લોકો ના ખિસ્સા ખાલી કર્યા.
ભારત જોડો ન્યાય યાત્રા ને જોવા ગ્રામ્ય વિસ્તારોમાં માંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં જે ભીડનો ફાયદો ઉઠાવી નેતાઓ કાર્યકર્તાઓ સહિત 50થી વધુ લોકોના ખિસ્સા કપાયા હતા.જેમાં વડોદરાના કોર્પોરેટર ચંદ્રકાંત ભથ્થુના ખિસ્સા ના પાકીટ ૪૫ હજાર ચોરાયા હતાં.જ્યારે બોડેલી ના પત્રકાર મયુદીનભાઈ ખત્રીની યાત્રાનો વીડિયો લઈ રહ્યાં હતાં.જેઓનું ધ્યાન ચૂકવી જબ્બાના ખિસ્સા માંથી પાકીટ ચોરી લીધું હતું.ખિસ્સા કાતરૂ ગેંગ લોકો ના ખિસ્સા હળવા કરી રહ્યા હતા તે લોકો ને ધ્યાને આવતાં એક ખીસ્સા કાતરુંને લોકોએ ઝડપી પોલીસને સોંપ્યો હતો અને જેમ જેમ લોકોને ખિસ્સા કપાયા એવા 50 થી વધુ લોકો પોલીસ સ્ટેશન પહોંચી પોલીસને ખિસ્સા માંથી પૈસા ચોરાયાની જાણ થતાં કરી હતી.જોકે લોકો ખિસ્સા કાતરૂ ઝડપાઈ જતાં લોકોએ મેથીપાક આપી પોલીસ ને સોંપ્યો હતો.પોલીસ બાઈક ઉપર બેસાડી પોલીસ સ્ટેશન લઇ જઇ કાર્યવાહી હાથધરી છે.