google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, December 6, 2024
HomeGujaratવડોદરા મંડળના રેલ્વે સ્ટેશનોનો થશે પુન: વિકાસ

વડોદરા મંડળના રેલ્વે સ્ટેશનોનો થશે પુન: વિકાસ

- કિમ, કોસંબા, સાયણ, ઉત્રાણ, અંકલેશ્વર, ગોધરા, કરમસદ,મહેમદાવાદ ખેડાનું વડાપ્રધાન સોમવારે શિલાન્યાસ કરશે - ૫૦ આરયુબી,આરઓબીનો પણ થશે શિલાન્યાસ

વડોદરા,

પશ્ચિમ રેલ્વેના વડોદરા મંડળ પર અમૃત સ્ટેશન યોજના હેઠળ કુલ ૧૬ સ્ટેશનોમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે.આ સ્ટેશન ભાવિ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આધુનિક તેમ જ સર્વ સુવિધાયુક્ત બનાવવામાં આવી રહ્યા છે.આ યોજનના પ્રથમ તબક્કામાં માનનીય વડાપ્રધાને ૬ ઓગસ્ટ ૨૦૨૩ ના મંડળના ૭ સ્ટેશનોની આધારશિલા મૂકી હતી જેના પર ઝડપથી કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે.બીજા તબક્કામાં તા.૨૬ ફેબ્રુઆરી ૨૦૨૪ (સોમવાર)ના રોજ વડાપ્રધાન વર્ચ્યુઅલ રીતે મંડળના આઠ સ્ટેશનો – કિમ, કોસંબા, સાયણ, ઉત્રાણ, અંકલેશ્વર, ગોધરા, કરમસદં તેમ જ મહેમદાવાદ ખેડા રોડ સ્ટેશનોના પુનર્વિકાસ માટે શિલાન્યાસ કરશે.

ઉલ્લેખનીય છે કે વડોદરા મંડળ ખાતે આ સ્ટેશનોના પુનર્વિકાસ માટે લગભગ ૧૫૫ કરોડ રૂપિયા અને આરઓબી-આરયુબીના નિર્માણ માટે લગભગ ૬૧૮ કરોડ રૂપિયા સહિત કુલ ૭૭૩  કરોડ રૂપિયાથી પણ વધારેના કાર્યો કરવામાં આવશે.ભારતીય રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ માટે કટિબદ્ધ છે,જેથી નાગરિકો તથા રેલયાત્રીઓને વધારે સારી આધુનિક સુવિધાઓ મળી શકશે.એથી સ્થાનિક ગામડા અને શહેરોનો પણ વિકાસ થઈ શકશે અને યાત્રીઓની રેલયાત્રા આરામદાયક થઈ શકશે.આ સ્ટેશનોના વિકાસકાર્યો ઝડપથી પૂર્ણ કરવાની યોજના પણ છે જેથી તેનો ઝડપથી લાભ મળી શકે.

– પુનર્વિકાસ માટે પસંદ થયેલા સ્ટેશનોની વિગતવાર જાણકારી નીચે મુજબ છે.

ઉત્રાણ, સાયણ, કિમ, કોસંબા,અંકલેશ્વર રેલવે સ્ટેશનોના સર્ક્યુલેટિંગ એરિયા,પાર્કિંગ, સ્ટેશન બિલ્ડિંગ સાઈનેજ, વોટર બૂથ, ટોઈલેટમાં સુધાર થશે.પ્લેટફોર્મ પર બાંકડા અને પાણીની પરબને વધારે સારી બનાવવામાં આવશે ઉત્રાણ સ્ટેશન પર સબ-વે બનશે. સાયણ, કિમ, અંકલેશ્વર અને મહેમદાવાદ ખેડા રોડ સ્ટેશનો પર ૧૨ મીટર પહોળો ફુટ ઓવર બ્રિજ બનશે. સાયણ,કિમ, કોસંબા, અંકલેશ્વરમાં સરફેસને વધારે સારી બનાવાશે.ગોધરા અને અંક્લેશ્વરમાં લિફ્ટ મૂકવામાં આવશે.ઉપરોક્ત તમામ પુનર્વિકાસના કાર્યો માટે ઉત્રાણ માટે ૭.૮૯ કરોડ, સાયણ માટે ૩૧.૫૪ કરોડ, કિમ અને કોસંબા દરેક માટે ૨૬.૬૦ કરોડ,અંકલેશ્વર માટે ૩૯.૮૦ કરોડ, ગોધરા માટે ૬.૧૮ કરોડ, કરમસદ માટે ૭.૧૩ કરોડ રૂપિયા અને મહેમદાવાદ ખેડા રોડ માટે ૨૮.૩૬ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!