google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratભરૂચના મોટા નાગોરી વાડમાં વરસાદી પાણી જાહેરમાર્ગો પરથી પસાર થતા ખુલ્લી ગટર...

ભરૂચના મોટા નાગોરી વાડમાં વરસાદી પાણી જાહેરમાર્ગો પરથી પસાર થતા ખુલ્લી ગટર સ્થાનિકો અને વાહન ચાલકો માટે જોખમરૂપ

- જાહેરમાર્ગ પરથી ધસમસ્તા વરસાદી પાણીના પ્રવાહથી રહીશો ઘરમાં જ પુરાવા મજબુર - બાળકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બનતા સ્થાનિકોએ પાલિકા સામે ઠાલવ્યો રોષ

ભરૂચ,

ભરૂચ જીલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને પ્રથમ વરસાદમાં જ પ્રિમોન્સૂન કામગીરી પણ શંકાના ડાયરામાં હોય તેમ ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી કાંસો જામ થઈ જવાના કારણે જાહેરમાર્ગો પરથી પસાર થતા ખુલ્લી ગટરો પણ હવે વાહન ચાલકો,રાહદારીઓ અને સ્થાનિક રહીઓ માટે જોખમરૂપ સાબિત થતા રહીશોએ પાલિકા સામે ભારે આક્રોશ ઠાલવ્યો છે.

ભરૂચ શહેરમાં પ્રથમ વરસાદમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થતા ભરૂચ નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ પ્રથમ ચોમાસામાં જ ખુલી ગઈ છે.ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો સર્જાઈ ગયો છે.ભરૂચના અનેક વિસ્તારોમાં ખુલ્લી ગટરો ઉપરથી વરસાદી પાણી વહી રહ્યા છે.જેના કારણે ખુલ્લી ગટર બાળકો,વાહન ચાલકોને અણ રાહદારીઓને નજરે ન પડતા ઘણા લોકો ખુલ્લી ગટરમાં ખાબકી રહ્યા છે.ઘણા વિસ્તારમાં ખુલ્લી ગટરોમાં વાહન ચાલકો અને રાહદારીઓને સાવચેત કરવા માટે સ્થાનિકોએ જાતે લાકડાના બામ્બુ પથ્થરો મૂકીને લોકોને સાવચેત કરવાનો પ્રયાસ કર્યો છે.પરંતુ ભરૂચ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવતી હોય અને સ્થાનિક નગર સેવકો પણ ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવા આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે.ત્યારે ચોમાસાની સિઝનમાં હાલ તો રહીશોની હાલત કફોડી બની રહી છે.ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં નાના – મોટા નાગોરીવાડ મોટા ડભોયાવાડ સહીત ફાટાતળાવથી ગાંધી બજાર, ચાર રસ્તા સુધીના વિસ્તારોમાં લોકોએ ઘરમાં જ પુરાઈ રહેવાની નોબત આવી ગઈ છે.

ભરૂચના ઘણા વિસ્તારોમાં ખુલ્લી ગટરો વરસાદી પાણીમાં ન દેખાતા તેમજ પ્રથમ વરસાદમાં જ રોડ પણ ધોવાઈ જતા ખાડાઓ પડી જતાં ખાડામાં પણ વરસાદી પાણી ભરાઈ રહેતા વાહનચાલકોને ખાડા નજરે ન પડતા અકસ્માતો ભોગ પણ બની રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!