(જયશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક ખડોલી ગામ પાસે રોડ નજીક ઉભી રાખેલ ટ્રક નજીક ટ્રક ચાલક ઉભો હતો.ત્યારે રોડ પર પુરઝડપે આવતી એક હાઈવા ટ્રકે તેને અડફેટમાં લેતા આ ટ્રક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
આ અંગે રાજપારડી પોલીસ માંથી મળતી વિગતો મુજબ સુરેન્દ્રનગર જીલ્લાના ચુડા તાલુકાના નવી મોરવાડનો રહીશ હર્ષદભાઈ નટુભાઈ માતરણીયા ટ્રક ડ્રાઇવર તરીકે નોકરી કરે છે.દરમ્યાન આજરોજ હર્ષદ ઝઘડિયા તાલુકાના ખડોલી નજીક તેની ટ્રક રસ્તાની સાઈડમાં ઉભી રાખીને ટ્રક નજીક ઉભો હતો.ત્યારે રોડ પર પુરઝડપે આવતી એક હાઈવા ટ્રકે તેને અડફેટમાં લેતા સર્જાયેલ અકસ્માતમાં હર્ષદને શરીરના વિવિધ ભાગો પર ઈજાઓ થઈ હતી.ઈજાગ્રસ્ત હર્ષદનું ઘટના સ્થળેજ કરૂણ મોત નીપજ્યું હતું.અકસ્માત બાદ હાઇવા ચાલક તેનું વાહન લઈને નાશી ગયો હતો. આ બાબતે મૃતકની ટ્રકના માલિકની ફરિયાદ મુજબ રાજપારડી પોલીસે અકસ્માત સર્જી નાશી ગયેલ હાઈવા ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.દરમ્યાન રાજપારડી પોલીસે વિવિધ સ્થળોના સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથધરી સદર હાઈવા ચાલક અકરમરઝા અબ્દુલભાઈ લોરુ રહે.સાગરપાડા બોડ મીલ બેડી જામનગરનાને ઝડપી લીધો હતો. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા રાજપારડી વચ્ચે મુખ્ય ધોરીમાર્ગ પર અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે.આ અકસ્માતો પૈકી ઘણા અકસ્માત જીવલેણ પણ બનતા હોય છે.ત્યારે બેફામ ચાલતા વાહનો ઉપર પોલીસે કડક કાર્યવાહી કરવાની જરૂર ઉભી થઈ છે.જેથી અકસ્માતો ઉપર અંકુશ લાવી શકાય.
ઝઘડિયાના ખડોલી નજીક ઉભેલા ટ્રક ચાલકનું અન્ય હાઈવા ટ્રકે અડફેટમાં લેતા સ્થળ પરજ કરુણ મોત
- અકસ્માત સર્જી નાશી ગયેલ ટ્રક ડ્રાઈવરને પોલીસે સીસીટીવી ફુટેજના આધારે ઝડપી લીધો