google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratઝઘડિયાના રાજપારડી ચાર રસ્તા નજીક દિશા નિર્દેશ અને સાઈન બોર્ડના અભાવે અર્તિગા...

ઝઘડિયાના રાજપારડી ચાર રસ્તા નજીક દિશા નિર્દેશ અને સાઈન બોર્ડના અભાવે અર્તિગા કાર ડીવાઈડર પર ચઢી

- સદ્દનસીબે ચાલક તેમજ કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો : અર્ટિગા કારને ક્રેનની મદદથી નીચે ઉતરી ડીવાઈડર ઉપરથી રોડ પર લવાઈ - ઝધડિયા તાલુકા માંથી પસાર થતા સરદાર પ્રતિમા ધોરી માર્ગ ઉપર દિશા સૂચક બોર્ડ લગાવા લોક માંગ

(જયશીલ પટેલ,ઝઘડિયા)
ઝઘડીયા તાલુકાના રાજપારડી ચાર રસ્તા નજીક ગત રાત્રીના ૧૦ વાગ્યાના સુમારે ઝઘડિયા તરફથી આવતી કાર સ્ટેટ હાઈવેના માર્ગ પર સાઈન તથા દિશા સૂચક બોર્ડના અભાવે સીધી ડીવાઈડર ઉપર ચઢી ગઈ હતી.સદ્દનસીબે ચાલક તેમજ કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો.ઝઘડીયાથી પસાર થતા સરદાર પ્રતિમાને જોડતો રાજ્ય ધોરીમાર્ગ પર ઠેર ઠેર ખાડા પડી જવાથી આ માર્ગ ખુબજ બિસ્માર બન્યો છે અને માર્ગ પર દિશા સૂચક બોર્ડના અભાવના કારણે અનેક વાહન ચાલકો ગુચવાય છે.સ્ટેટ હાઈવે પર ડીવાઈડર તો બનાવાયા છે પરંતુ કોઈપણ જાતના સાઈન બોર્ડ મૂકવામાં આવ્યા નથી જેને લઈ વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.તાકીદે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગ પર કોઈ મોટો અકસ્માત થાય એ પેહલા દિશા નિર્દેશ સૂચક બોર્ડ લગાવે એવી લોક માંગ ઉઠવા પામી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!