google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratઝઘડિયાના રાજપારડી ગ્રામ પંચાયત કચેરીમાં રાત્રી દરમ્યાન આગ લાગતા દોડધામ

ઝઘડિયાના રાજપારડી ગ્રામ પંચાયત કચેરીમાં રાત્રી દરમ્યાન આગ લાગતા દોડધામ

- આગનું સાચુ કારણ જાણી શકાયું નથી : જોકે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે ગ્રામ પંચાયત કચેરીમાં ગત રાત્રી દરમ્યાન આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.ગ્રામ પંચાયતના મકાનમાં આગ લાગી હોવાની સવારના જાણ થતા ગ્રામજનો અને પંચાયત હોદ્દેદારો ગ્રામ પંચાયત કચેરી ખાતે દોડી આવ્યા હતા.સ્થાનિકોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો હતો.ત્યાર બાદ અગ્નિશામક દળોએ આવીને પાણીનો મારો ચલાવ્યો હતો.આગ કયા કારણોસર લાગી તે ચોક્કસપણે જાણી શકાયું નથી,જોકે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક ધોરણે અનુમાન થઇ રહ્યું છે.આગની આ ઘટનામાં ગ્રામ પંચાયતને કેટલું અને કેવું નુકશાન થયું છે તેની વિગતો આ લખાય છે ત્યાં સુધી જાણવા નથી મળી.જોકે આગ લાગતા પંચાયતને મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો હોવાનુ જાણવા મળ્યું હતુ.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા વર્ષો અગાઉ ઝઘડિયા તાલુકાના ફૂલવાડી ગ્રામ પંચાયત પણ અગમ્ય કારણોસર આગની લપેટમાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!