(જયશીલ પટેલ,ઝઘડિયા)
પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક નાઓની સુચના તેમજ માર્ગદર્શન મુજબ જીલ્લામાં નાસતા ફરતા આરોપી શોધી કાઢવા સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષક અંક્લેશ્વર વિભાગ તથા સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર નાઓના જીલ્લામાં નાસતા ફરતા આરોપી પકડવા સારૂ અને તેનો કડક અમલ કરાવવા પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના મુજબ રાજપારડી પોલીસ પ્રયત્નશીલ હોય.જે અનુસંધાને રાજપારડી પો.સ્ટેશનના પો.સ.ઈ નાઓ તથા પોલીસ સ્ટાફના તરસાલી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.દરમ્યાન ચોક્કસ બાતમી હકીકત મળેલ કે રાજપારડી પોલીસ મથકના પશુ ઘાતકીપણા અધિનિયમ વિગેરે મુજબનાં ગુનાનાં કામે છેલ્લા ૬ માસથી વોન્ટેડ આરોપી સિંકદર હુસેન એહમદ મલેક તેમજ અબ્દુલ હક ઈદ્રીશ મિરઝા બન્ને રહે.નવી તરસાલીનાઓએ નવી તરસાલી ગામ પાછળ આવેલ નર્સરીમાં જોવા મળેલ છે જેથી ખાનગી તપાસ કરતા સદર આરોપીઓને નવી તરસાલી પાછળ આવેલ નર્સરી માંથી પકડી લઈ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
પશુ ઘાતકીપણાના ગુનામાં ૬ માસથી વોન્ટેડ આરોપીઓને તરસાલી ગામની સીમ માંથી રાજપારડી પોલીસે ઝડપાયા
- આરોપીઓને નવી તરસાલી પાછળ આવેલ નર્સરી માંથી પકડી લેવાયા