રાજપારડી,
રાજપારડી પોલીસે તરસાલી ગામથી કતલ કરવાના ઈરાદે લઈ જવાતા 14 પશુઓને મુક્ત કરાવી એક ઈસમને ઝડપી પાડયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરુચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં પશુ ઘાતકીપણની પ્રવૃતિઓ અટકાવવા અને ગેરકાયદેસર પશુઓની હેરફેરને રોકવા આપેલ સૂચનાને આધારે ડીવાયએસપી ચિરાગ દેસાઈ અને સર્કલ પી.આઈ બી.એલ.મહેરીયાના માર્ગ દર્શન હેઠળ રાજપારડી પોલીસ મથકના પીએસઆઈ કે.બી.મીર સહિત સ્ટાફ પેટ્રોલિંગમા હતો.તે દરમ્યાન બાતમી મળી હતી કે તરસાલી ગામથી ગેરકાદેસર પશુઓને ભરી એક ટ્રક કતલખાને મહારાષ્ટ્ર ખાતે જનાર છે.
આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમી વાળી ટ્રક આવતા પોલીસે તેને અટકાવી ટ્રકમાં તપાસ કરતાં તેમાંથી 14 ભેંસો મળી આવી હતી.પોલીસે પશુઓને મુક્ત કરાવી 7.85 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને સેલંબાના જમાદાર ફળિયા રહેતો નાદીમ ઉર્ફે તસ્લીમ ગફાર મનીયાર વિરુધ્ધ પશુ ઘાતકીપણાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.જ્યારે એક ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથધરી હતી.
તરસાલી ગામથી કતલ કરવાના ઈરાદે લઈ જવાતા 14 પશુઓને રાજપારડી પોલીસે મુક્ત કરાવ્યા
- 7.58 લાખના મુદ્દામાલ સાથે સેલંબાના એકની અટકાયત કરી ગુનો દાખલ કર્યો - પેટ્રોલિંગ દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે ટ્રક મહારાષ્ટ્ર તરફ જનાર છે