(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
સરદાર સરોવર ડેમના બાંધકામથી ડુબમાં ગયેલી જમીનના ખાતેદારોને પુનઃ વસવાટ માટે બનાવવામાં આવેલી 80 વસાહતોને તેના નજીકના મૂળ ગામ સાથે ભેળવી દેવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.ત્યારેઆ નિર્ણયનો તિલકવાડા તાલુકાના શીરા ગામના અસરગ્રસ્તોએ વિરોધ કર્યો છે.
નર્મદા અસરગ્રસ્તો તિલકવાડા તાલુકાના શીરા વસાહત ખાતે અલગ અલગ વસાહતો અસરગ્રસ્ત આગેવાનો ભેગા થયા હતા.અને તેઓના નર્મદા નિગમનાં જે અધૂરા કામો પૂર્ણ કરો ત્યાર બાદ મૂળ ગામમા ભેળવો તેવું જણાવ્યું હતું.તેઓએ જણાવ્યું હતું કે વસાહતોના ઘણા બધા પ્રશ્નો બાકી છે.અત્યાર સુધી તેઓએ આંદોલન કર્યું હતું.2016માં કેવડીયા ખાતે પણ અસરગ્રસ્તોને માત્ર આશ્વાશન આપવામાં આવ્યું હતું.ત્યાર પછી 5 વર્ષ પછી શીરા વસાહતમાં 7 મહિના ભૂખ હડતાલ ઉપર ઉતર્યા હતા.તે વખતે પણ સમાધાન કરી લોલીપોપ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં જે સ્કૂલો,દવાખાનું ચાલતું હતું તે પણ બંધ કરી દેવામાં આવ્યું છે.અને જે તે સમયે રોડ રસ્તા બનાવવામાં આવ્યા છે તે પણ હલકી ગુણવત્તાવાળા બનાવવામાં આવ્યા છે તે પણ હવે તૂટી ગયા છે.પાણીની સુવિધા પણ કરવામાં નથી આવી અને સિંચાઇનું પાણી પણ પૂરું મળતું નથી.આવા ઘણા બધા પ્રશ્નો છે તે નર્મદા નિગમે પૂરા કર્યા નથી.આ અસરગ્રસ્તોના પ્રશ્નો નર્મદા નિગમ પૂરા કરે પછી અસરગ્રસ્તોને ભેળવો.રાજ્ય સરકારે જે મૂળ ગામમાં વસાહતોના સોંપવાની વાત છે પણ જે અધૂરા પ્રશ્નો નર્મદા નિગમ પૂરા કરે ત્યાર બાદ અમારી વસાહતોને સામેલ કરે ત્યાં સુધી અમારી વસાહતોની મૂળ ગામ સાથે અમે જોડાવા માંગતા નથી.અમારા પ્રશ્નોનો નિકાલ સરકાર લાવે પછી અસરગ્રસ્તોને મૂળ ગામમાં પંચાયતમાં ભેળવો. જ્યાં સુધી અમારા પ્રશ્નો પૂરા કરવામાં નહિ આવે ત્યાં સુધી અમે મૂળ ગામ ભેળવવા સંમતિ આપવાના નથી.અને અમે અસરગ્રસ્તો મૂળ ગામમાં પંચાયતમાં જવા માંગતા નથી. અસરગ્રસ્તો આંદોલન કરે છે તેના 7 વર્ષ થયા પણ પ્રશ્નો પૂરા થયા નથી.હજુ અસરગ્રસ્તોના પ્રશ્નો છે તે નિકાલ કરે ત્યાર બાદ અસરગ્રસ્તોને મૂળ ગામમાં સામેલ થઈશું. અસરગ્રસ્તોના પ્રશ્નો પૂરા નહિ કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને દિલ્હી ખાતે જંતર મંતર પર જઈને આંદોલન કરીશું તેવું અસરગ્રતોએ જણાવ્યું હતું.
નર્મદા ડેમના 80 પુન: વસાહતો મૂળ ગામમા ભેળવવાના નિર્ણયનો તિલકવાડાના શીરા ગામના અસરગ્રસ્તોનો વિરોધ
- નિગમમાં જે પડતર પ્રશ્નો છે તે પૂરા કરો પછી ગ્રામ પંચાયતમાં સમાવો જો તેમ નહિ કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી : દિલ્હી ખાતે જંતર મંતર પર જઈને આંદોલન કરીશું - નર્મદા અસરગ્રસ્તો તિલકવાડા તાલુકાના શીરા વસાહત ખાતે અલગ અલગ વસાહતો અસરગ્રસ્ત આગેવાનો ભેગા થયા - નર્મદા નિગમનાં જે અધૂરા કામો પૂર્ણ કરો ત્યાર બાદ મૂળ ગામમા ભેળવો : 5 વર્ષ પછી સીરા વસાહતમાં 7 મહિના ભૂખ હડતાલ ઉપર ઉતર્યા હતા