(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
નર્મદા જિલ્લાના નાંદોદ વિધાન સભાની ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા વર્ષની શુભેચ્છાઓ માટે એક સ્નેહમિલન યોજાયું હતું. આ સ્નેહ મિલન સમારંભમાં ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખે પોતાનો બળાપો કાઢતાં જણાવ્યું હતું કે, સામાન્યમાં સામાન્ય કાર્યકર ધારાસભ્યનું અપમાન કરે છે, કાર્યકરો મારી સામે જોઈને મારી હસી ઉડાડે છે. આમ કહી ભાજપના કાર્યકરો પર જ ઊભરો ઠાલવ્યો હતો.જેને કારણે ભાજપા છવણીમાં સન્નાટો વ્યાપી ગયો હતો.
દર્શનાબેને કહ્યું કે ભગવાન સાક્ષી છે કે મેં કોઈનું કોઈ નું અપમાન કર્યું નથી .પરંતુ મારું પાર્ટીના લોકો મારું અપમાન કરી રહ્યા છે, એક નાનો કાર્યકરો મારી સામે જોઈ ને મારી હસી ઉડાડે છે.આં મારું અપમાન નથી ભાજપનાં ધારાસભ્ય નું અપમાન છે.કહી ભાજપ નાં કાર્યકરો ઉપર જ ઉભરો ઠાલવ્યો હતો.
આ ઘટના પછી સાંસદ મનસુખ વસાવાએ પ્રતીક્રિયા આપતાં જણાવ્યું હતું કે ધારાસભ્યએ આવી વાત જાહેર મંચ પરથી ના કરવી જોઈએ, સંગઠન માં વાત મૂકી સમાધાન કરાય જે બંધારણે કરવી જોઈએ.રાજીનામુ આપવું ગંભીર બાબત કહેવાય, હુંએ બાબતે વાત કરીશએમ જણાવતા સ્નેહમિલન કાર્યક્રમમા સન્નાટો વ્યાપી ગયો હતો.
ધારાસભ્ય દર્શનાબેને જણાવ્યું હતું કે ભૂલી જજોકે હું જ કંઈક છું.અને મારા થકી જ આ પાર્ટી ચાલે છે તો મારે એવા લોકોને કહેવું છેકે એવું માનતા હોય તો ભૂલી જજો આ ભારતીય જનતા પાર્ટીમાં ભોગ આપનારા ઘણા બધા કાર્યકરો,વડીલો છે જેમણે ભારતીય જનતા પાર્ટી માટે પોતાનો ભોગ આપ્યો છે,
મિત્રો હું આપના ઉપર છોડું છું કે ભારતીય જનતા પાર્ટીનાનર્મદાના ઇતિહાસમાં ક્યારેય નથી બન્યું કે જાહેરમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યનું જાહેરમાં અપમાન થયું હોય.તમે શું સાબિત કરવા માંગો છો? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે તમે? ભારતીય જનતા પાર્ટીમાં લોકોએ બલિદાન આપ્યા છે
આપ સૌને મારી વિનંતી છે કે તમે ધારાસભ્ય તરીકે મને ચાર વર્ષ જોવા માગતા હો તો તો તમારે સૌએ પણ આ નિર્ણય કરવો પડશે કે અને જે લોકોએ મારું અપમાન કર્યું છે તે લોકોને અપમાનનો બદલો લેવો પડશે.એમ કહી ભાજપાના જ કાર્યકરોને ભાજપાના કાર્યકરોનો બદલો લેવાની વાત જાહેર મંચ પરથી કરતા તેના ઘેરા રાજકીય પ્રત્યાઘાતો પડ્યા હતાં.લોકસભાની ચૂંટણી ટાણે ભાજપા શરૂ થયેલો આંતરિક ખટરાગ ક્યાં જઈને અટકશે એ વિષય હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
નર્મદામાં ભાજપમા ડખો : સ્નેહમિલન સમારંભમાં નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે જાહેર મંચ પરથી ઉભરો ઠાલવ્યો
- ભાજપના જ કાર્યકરો મારી હાંસી ઉડાવે છે : ડૉ.દર્શના દેશમુખ - ભગવાન સાક્ષી છે કે ને કોઈ નું અપમાન કર્યું નથી .પરંતુ મારું પાર્ટીના લોકો મારું અપમાન કરી રહ્યા છે, એક નાનો કાર્યકરો મારી સામે જોઈ જોઈ ને મારી હસી ઉડાડે છે - આ મારું અપમાન નથી ભાજપ નાં ધારાસભ્ય નું અપમાન છે.કહી ભાજપ નાં કાર્યકરો ઉપર જ ઉભરો ઠાલવ્યો હતો - ધારાસભ્યએ આવી વાત જાહેર મંચ પરથી નાં કરવી જોઈએ, સંગઠન માં વાત મૂકી સમાધાન કરાય જે બંધારણે કરવી જોઈએ : સાંસદ મનસુખ વસાવા - રાજીનામુ આપવું ગંભીર બાબત કહેવાય, હું વાત કરીશ