(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
HIV અને એઈડ્સ પીડિતો માટે કામ કરનાર વર્લ્ડ સેલિબ્રિટી અને બ્રાન્ડ એમ્બેસેડર રાજપીપલાના રાજવી યુવરાજ માનવેન્દ્રસિંહે મતદાન જાગૃતિ ડેમોન્સ્ટ્રેશન વાનનું નિરીક્ષણ કર્યું હતું.આગામી લોકસભા ચુંટણીમાં નર્મદા જિલ્લાના નાગરિકો દ્વારા મહત્તમ મતદાન થાય તેવા ઉમદા આશય સાથે જિલ્લામાં શહેરી-ગ્રામીણ વિસ્તારમાં મતદાન જાગૃતિ ડેમોન્સ્ટ્રેશન વાન ભ્રમણ કરી રહી છે.ત્યારે રાજપીપલાના રાજવી પરિવારના યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલે પણ આ પ્રસંગે નગરપાલિકા સહિત જિલ્લાના નાગરિકોને લોકશાહીના પર્વમાં પોતાની ઉત્સાહભેર ભાગીદારી નોંધાવવા અપીલ કરી હતી.
આ પ્રસંગે યુવરાજ ગોહિલ જાહેર જનતાને અપીલ કરતા જણાવે છે કે જિલ્લા વહિવટી તંત્ર નર્મદા દ્વારા આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત યોજાનાર મતદાન માટે ઉપયોગમાં લેવાનાર ઈવીએમ અને વીવીપેટની મતદારોમાં જાગૃતિ વધે તે માટે ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવેલું છે.આ વાન થકી મતદાનની સંપૂર્ણ પ્રક્રિયા વિશે લોકો માહિતગાર થાય અને લોકશાહીના આ મહાપર્વમાં પોતાની મહત્વપૂર્ણ ભાગીદારી અદા કરવા અનુરોધ કર્યો હતો.
આ વાન થકી નાગરિકોને ચૂંટણી પ્રક્રિયા અંગે સમજ પુરી પાડવામાં આવી રહી છે.દરેક જિલ્લા સહિત નર્મદા જિલ્લામાં પણ ફાળવવામાં આવેલી આ મતદાન જાગૃતિ વાનને નાગરિકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.