(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
રાજપીપલામાં શ્રીનાથજી મન્દિર પાસે જીઈબીની મેઈન લાઈનનો વાયર તૂટતા દોડધામ મચી જ્વા પામી હતી.શેરીમાં મેઈન લાઈનનો વાયર તૂટતા જ વાયરમાં આગ લાગી હતી અને કડાકા ભડાકા સાથે તણખા ઝર્યા હતા અને જીવતા વાયરો સળગ્યા હતા.જેને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો.જોકે તરત જ વીજ પુરવઠો બંધ કરાયો હતો.જોકે પબ્લિકની અવર જવર ઓછી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.જોકે જીઈબીને જાણ કરાતા તરત જ સમારકામ ચાલુ કરાયું હતું.કોઈ જાનહાની થઈ ન હોતી.