google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratસીઝનના પહેલા જ ધોધમાર વરસાદને પગલે રાજપીપળાની સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી...

સીઝનના પહેલા જ ધોધમાર વરસાદને પગલે રાજપીપળાની સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

(જ્યોતિ જગતાપ, રાજપીપળા)

નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદસાથે વિધિવત આગમન થયું છે.છેલ્લા બે દિવસથી વરસાદનાં ઝાપટા પડવા શરૂ થયા બાદ આજે ધોધમાર વરસાદને પગલે રાજપીપળાની સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

વાદળ છાયા વતાવરણ વચ્ચે મધ્યરાત્રિથી જ વરસાદ પડવો શરૂ થઈ ગયો હતો.જયારે સવાર થતાં જ વરસાદે જોર પકડ્યું હતું.જોકે છાસવારે બનતી નવી સોસાયટીઓમાં આડેધડ થતા બાંધકામ થવાથી પાણી ભરાય રહેવાનું મુખ્ય કારણ બહાર આવ્યું છે.બીજી તરફ સારો વરસાદ પડવાથી ખેતીના પાકને જીવતદાન મળી જતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી અને વતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાં રાહત મળી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!