google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, December 8, 2024
HomeGujaratભારતના ઉપરાષ્ટ્રપતિના માર્ગદર્શન હેઠળ રાજયસભાનું પ્રતિનિધિ મંડળ ચાર દિવસના પ્રવાસે

ભારતના ઉપરાષ્ટ્રપતિના માર્ગદર્શન હેઠળ રાજયસભાનું પ્રતિનિધિ મંડળ ચાર દિવસના પ્રવાસે

- રાજ્યસભા સચિવાલયના ૫૦ જેટલા સભ્યોનું ડેલીગેશન સ્ટડી ટુર માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે : એકતાનગર ખાતેના વિવિધ પ્રકલ્પોની મુલાકાત લીધી - સંયુક્ત સચિવ સ્વરાબજી બી.ની આગેવાનીમાં એકતાનગરની મુલાકાત લીધી

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

રાજ્યસભા સચિવાલય,ભારતીય સંસદ નવી દિલ્હી ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ જગદિપ ધનખડજીના માર્ગદર્શન હેઠળ સ્ટડી ટુર માટે રાજ્યસભાના વિવિધ સંવર્ગના ૫૦ જેટલા પ્રતિનિધિ મંડળે એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.આ પ્રતિનિધિ મંડળ એકતાનગર સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચતા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને બે દિવસના રોકાણ દરમ્યાન એકતાનગર ખાતેના વિવિધ પ્રકલ્પોની મુલાકાત લીધી હતી. આ ડેલીગેશન અહીં સાકાર થયેલા પ્રકલ્પોનો અને વિકાસ અંગે વિસ્તૃત અભ્યાસ કરશે.

આ ડેલીગેશન સાથે ડાયરેક્ટર રાજ્યસભાના વિવિધ વિભાગના સચિવો પાર્લામેન્ટ ઓફ ઈન્ડિયાના ડૉ.શુભા પાણીગ્રહી પણ પ્રતિનિધિ મંડળ સાથે જોડાયા છે. આજે અંતિમ દિવસે તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ વિસ્તાર અને પ્રવાસન નિયમન સત્તામંડળના ચેરમેન અને ઈ.ચા. મુખ્ય સચિવ, ગુજરાત રાજ્ય મુકેશ પુરી સાથે મુલાકાત કરી હતી. 

ગુજરાત રાજ્યના ચાર દિવસના પ્રવાસે આવેલા પ્રતિનિધિ મંડળે ગુજરાત વિધાનસભાની પણ મુલાકાત લીધી હતી બાદમાં બે દિવસના એકતાનગરના પ્રવાસે પધારી વિવિધ સ્થળોની મુલાકાત અને પ્રાકૃતિક નજારો અને જંગલ સફારી, આરોગ્ય વન, સરદાર સરોવર ડેમ, કેકટસ ગાર્ડન સહિત આસપાસના પ્રકલ્પોની મુલાકાત લીધી હતી.પર્વતમાળાઓની વચ્ચે વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટર ઉંચી સરદાર સાહેબની પ્રતિમા જોઈને ખુબ પ્રભાવિત થયા હતા અને સૌએ પોતપોતાના મોબાઈલમાં તસ્વીરો કંડારીને કાયમી યાદગીરી રૂપે કેદ કરી હતી.સરદાર સાહેબની પ્રતિમા નિર્માણ અને પ્રદર્શનની,ઓડિયો વિઝ્યુઅલ ફિલ્મ, વ્યુઈંગ ગેલેરી અને રાત્રિ દરમ્યાન યોજાતા ભવ્ય પ્રોજેકશન મેપીંગ શોને નજરે નિહાળ્યો હતો અને નર્મદા આરતીનો પણ ભાવપૂર્વક લાભ લીધો હતો.એક્તાનગર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિવિધ પ્રકલ્પો સાકાર કરવામાં આવ્યા છે તે જોઈને ખૂબ પ્રભાવિત થયા હતા અને યુનિટી વોલ એક ભારત શ્રેષ્ઠ ભારતના મંત્રને સાકાર થતું જોઈને એકતાનગરની પ્રશંસા કરી હતી અને સ્વચ્છતા, સહિતની વ્યવસ્થાથી પણ ખૂબ પ્રભાવિત થયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!