(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ઝધડિયાના ગોવાલી ગામે થી ત્રણ રામ ભક્ત આજે સવારે અયોધ્યા જવા સાઈકલ પર રવાના થયા છે. અયોધ્યા જઈ ત્યાં રામલલ્લાના દર્શન કરશે.ગોવાલી થી અયોધ્યા સુધીનું અંતર આશરે ૧૩૦૦ કિલોમીટર જેટલુ થાય છે જે અંતર તેઓ સાયકલ દ્વારા કાપી રામલલ્લા ના દર્શન કરશે.આ સાયકલ યાત્રા રણછોડભાઈ,જશુભાઈ,બુધ્ધિ સાગરભાઈ જોડાયા છે, આ ત્રણેય સાયકલ યાત્રીઓ ગોવાલી ગામમાંથી ડિજેના તાલે વરધોડો ફેરવી અયોધ્યા જવા રવાના થયા હતા.સાયકલ યાત્રીઓએ જણાવ્યુ હતુ કે ૫૦૦ વર્ષ પછી રામ મંદિરનું સ્વપ્ન સાકાર થતું હોય સરકારે પણ એક સાહસ સિદ્ધ કરી બતાવ્યું છે ત્યારે અમે પણ આ સાઇકલ યાત્રા કરી સાહસ કરવા માંગીએ છીએ અને રામલલ્લાના દર્શન સાયકલયાત્રા કરી જવાનુ નક્કી કર્યું હતું જેથી આજે યાત્રાનો પ્રારંભ કર્યો છે.