(જયશીલ પટેલ,ઝઘડિયા)
અયોધ્યા ખાતે ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીનો માહોલ સમગ્ર વિસ્તારમાં છવાયો હતો, ગામેગામ લોકો રામભક્તિના રંગમાં રંગાઈને મહોત્સવને ભક્તિભાવથી ઉજવવા વિવિધ કાર્યક્રમના આયોજન કર્યા હતા.
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે આવેલ કસ્તુરબા ગાંધી બાલ વિદ્યામંદિર ખાતે રહેતી વિદ્યાર્થીનીઓ દ્વારા અયોધ્યા ખાતે રામલલ્લા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના દીને વિવિધ પ્રકારના કાર્યક્રમો કરી પ્રાણ પ્રતિષ્ઠા દિનની ઉજવણી અનોખી રીતે કરી હતી.બાલિકાઓ દ્વારા કેજીબીવી સંકુલમાં વિવિધ પ્રકારની રંગોળી પુરી ધ્વજ પતાકાઓ લહેરાવી રામજીના વિવિધ ગીતો વગાડી હર્ષોલ્લાસ મનું વાતાવરણ ઊભું કર્યું હતું.આ ઉપરાંત વિદ્યાર્થીનીઓ દ્વારા આખા સંકુલમાં દીવડાવો પ્રગટાવી તથા રોશની કરી રામ લલ્લા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ની ઉજવણી કરી હતી.
ઝઘડિયાના રાણીપુરાની કસ્તુરબા ગાંધી બાલ વિદ્યામંદિરમાં બાલિકાઓ દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને હર્ષોલ્લાસ સાથે ઉજવ્યો
- બાલિકાઓ દ્વારા કેજીબીવી સંકુલમાં વિવિધ પ્રકારની રંગોળી પુરી ગીતો વગાડી દીવડાવો પ્રગટાવી સંકુલને ઝગમગતુ કર્યું હતું