(જયશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે રહેતા પ્રફુલ ગુમાનભાઈ વસાવા છકડો રીક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાત ચલાવે છે.ગતરોજ પ્રફુલ સાંજના સમયે તેની સાસરી ફળિયામાં જ આવેલ છે ત્યાં તેના છોકરાની છઠ્ઠીનો પ્રોગ્રામ રાખેલ હોય ત્યાં ગયો હતો.પ્રોગ્રામ પતાવીને તેઓ તેમના ફળિયામાં આવેલ તેમના ઘર તરફ જતા હતા ત્યારે બાબુભાઈના પત્ની પાનુબેન પ્રફુલ નાઓને કહેતા હતા કે અમારા ઘર પાસેથી કેમ જાય છે,અમારા ઘર પાસેથી જવાનું નહીં એમ કહેવા લાગેલ,જેથી પ્રફુલ તથા અન્ય એ જણાવેલ કે આ જાહેર રસ્તો છે,તમે કેમ અમને ના પાડો છો,અમે કયા રસ્તે થી જઈએ એમ કહેતા પાનુબેન તથા તેમની દીકરી સોનલ તથા પુષ્પા ત્રણેય મહિલાઓ પ્રફુલને તથા તેની માતાને માં બેન સમાણી ગાળો બોલવા લાગેલી,જેથી પ્રફુલના પરિવારે ગાળો બોલવાનીના પાડતા પાનુબેન તથા તેની દિકરીઓ એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને તેમની નજીક ધસી આવેલ અને પ્રફુલ તથા તેની સાથેની મહિલા ઓને વાળ ખેચી માર મારવા લાગેલ,પાનુબેનનુ ઉપલાણુ લઈ તેનો પતિ બાબુ સુકા વસાવા લાકડી લઈને દોડી આવેલ અને પ્રફુલના મામા દલસુખને હાથમાં સપાટો માર્યો હતો.તથા અરવિંદનાએ પ્રફુલના પિતા ગુમાનને જાંઘના ભાગે તથા તેની બહેનને બરડાના ભાગે સપાટા મારી દીધા હતા.આ ઝઘડામાં પ્રફુલ વચ્ચે છોડાવવા પડતા બળદેવ તથા અજયે પ્રફુલનું કોલર પકડી ધક્કો મારી નીચે પાડી દઈ તેને લાતો વડે ઢીકાપાટુનો માર માર્યો હતો.પ્રફુલના બનેવી જયભાઈ આશાબેન તેમજ ફળિયાના બીજા માણસને વચ્ચે પડી પ્રફુલ તથા તેના પરિવારને વધુ માર માંથી બચાવ્યા હતા.પ્રફુલના પરિવારને તે ઈસમો જતા જતા કહેતા હતા કે આજે તમે બચી ગયા છો,હવે પછી અહીંયા થી પસાર થશો તો તમને જાનથી મારી નાખીશું, મારામારીમાં કેટલાકને વધારે ઈજા થયેલ હોવાથી તેઓને ૧૦૮ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયેલા હતા.મારામારીની ધટનામાં પ્રફુલ ગુમાનભાઈ વસાવાએ (૧) પાનુ બાબુભાઈ વસાવા (૨) સોનલ ઉર્ફ સગુણા દેવાભાઈ વસાવા (૩) પુષ્પા ઉર્ફ મુન્ની (૪) બાબુ સુકાભાઈ વસાવા (૫) અરવિંદ ઉર્ફે ભોલો મહેશભાઈ વસાવા (૬) બળદેવ ઉર્ફે બલ્લો મહેન્દ્રભાઈ વસાવા (૭) અજય ઉર્ફ બલીન મહેન્દ્રભાઈ વસાવા તમામ રહે. રાણીપુરા તા.ઝઘડિયા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.