google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratભરૂચ જીલ્લામાં ૬ સ્થળોએથી રથયાત્રાને નીકળશે : રેન્જ આઈજી સંદીપ સિંહે રુટ...

ભરૂચ જીલ્લામાં ૬ સ્થળોએથી રથયાત્રાને નીકળશે : રેન્જ આઈજી સંદીપ સિંહે રુટ નિરીક્ષણ કર્યું

- ફુરજા બંદરેથી નિકળનાર રથયાત્રાના રૂટની રેન્જ આઈજી સંદીપ સિંહે રુટ નિરીક્ષણ કર્યું : જીલ્લા પોલીસવડા મયુર ચાવડા સહિત જીલ્લા પોલીસ ખડેપગે - ભરૂચના ફુરજા બંદરેથી ૩ અલગ અલગ રથમાં,શીતલ સર્કલથી ઈસ્કોન મંદિર ધ્વારા અને આશ્રય સોસાયટી માંથી એક જ રથમાં ઉડિયા સમાજ ધ્વારા ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નગરચર્યાએ

ભરૂચ,
ભરૂચ શહેર માંથી ત્રણ સ્થળોએથી ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળનાર હોવાના કારણે આયોજકો તમામ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે જોકે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા પણ એસપીની આગેવાનીમાં વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચનું આયોજન કરાયું હતું.તો રેન્જ આઈજી સંદીપ સિંહ દ્વારા પણ રૂટ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને પોલીસની કામગીરીથી સંતોષ માન્યો હતો.
ભરૂચ શહેરમાં ૨૫૦ વર્ષથી નીકળતી ભગવાન જગન્નાથની પૂજાની રથયાત્રા માટે ૩ અલગ-અલગ રથ તૈયાર કરવામાં આવ્યા છે.ત્રણેય રથમાં ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને બિરાજમાન કરવામાં આવશે અને નગરચર્યાએ નીકળનાર છે.જેના પગલે આયોજકો પણ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે.સાથે ભરૂચની આશ્રય સોસાયટી નજીક પણ ભગવાન જગન્નાથ મંદિરેથી ઉડિયા સમાજ દ્વારા ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની એક જ રથમાં નગરચર્યાએ નીકળનાર છે.જેને લઈ રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે તો ભરૂચના શીતલ સર્કલ નજીકથી ઈસ્કોન સમિતિ દ્વારા પણ ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.જેને લઈ ઈસ્કોન સમિતિ દ્વારા પણ એક જ રથમાં ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને બિરાજમાન કરવામાં આવનાર છે.આ ભરૂચ શહેરમાં ત્રણ સ્થળેથી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાઓ નીકળનાર છે
રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાયતે માટે જિલ્લા પોલીસવડા મયુર ચાવડાની આગેવાનીમાં ભરૂચના વિવિધ રથયાત્રા રોડ ઉપર ફ્લેગ માર્ચનું આયોજન કરાયું હતું અને ફ્લેગ માર્ચનું ડ્રોનથી સમગ્ર રથયાત્રા રૂટના દ્રશ્યો કેદ કરવામાં આવ્યા હતા.સાથે રથયાત્રાના દિવસે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કર્યો છે.જેના પગલે ભરૂચ શહેરમાં ત્રણ સ્થળેથી નીકળનારી રથયાત્રામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા યોજાય તે માટે સતત પોલીસ ખડે પગે ફરજ નિભાવનાર છે.
રથયાત્રામાં સિવિલ ડ્રેસમાં પણ પોલીસ ફરજ નિભાવનાર છે સાથે પોલીસ કર્મચારીઓ બોડી વન કેમેરા સાથે તેના રહેશે અને શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા યોજાય તે માટે મોટી માત્રામાં પોલીસ ખડે પગે ફરજ નિભાવનારી છે વિવિધ પોલીસ મથકોમાંથી રથયાત્રામાં પોલીસ કર્મીઓને ફરજ નિભાવવા માટે પોઇન્ટો આપવામાં આવ્યા હતા.જેમાં રથયાત્રા પૂર્વે વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ સાથે જીલ્લા પોલીસવડા મયુર ચાવડા સહીત પોલીસ અધિકારીઓએ રથયાત્રા રૂટનું નિરીક્ષણ કરી એ ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં જગન્નાથ રથયાત્રાને લઈ પોલીસ બંદોબસ્ત અંગે રેન્જ આઈજી સંદીપસિંહે માહિતી આપતા જણાવ્યું હતું કે ૨ ડીવાયએસપી અને ૯ પીઆઈ સહિત ૧ એસઆરપીની ટુકડી મળી કુલ એક હજારથી વધુ સુરક્ષાકર્મીઓ સહિત ડ્રોન અને બોડી વન કેમેરા સાથે પોલીસ બંદોબસ્તમાં તહેનાત રહેશે તેમ જણાવી સુરક્ષા વ્યવસ્થા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!