google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratઅંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરાયું

અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરાયું

અંક્લેશ્વર,

અંકલેશ્વર ખાતે રથયાત્રા હર્ષોલ્લાસ સાથે નીકળી હતીmરથયાત્રા શહેરના મુખ્યમાર્ગ થી પસાર થઈ રહી હતી જ્યાં રથયાત્રાનું અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા સેલારવાડ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને શ્રદ્ધાળુઓ માટે ઠંડા પીણાની વ્યવસ્થા કરાઈ હતી.હિન્દુ – મુસ્લિમ ભાઈઓએ એકબીજાને મળીને રથયાત્રાની શુભેચ્છાઓ પાઠવી હતી.શહેરમાં કોમી એખલાસનો માહોલ જોવા મળ્યો હતો.આ પ્રસંગે વસીમ ફડવાલા સાથે વાત કરતા એમને જણાવ્યું હતું કે શહેર અને દેશમાં કૌમી એખલાસનો માહોલ બની રહે અને આવનાર તહેવારો હિન્દુ – મુસ્લિમ લોકો સાથે હળીમળીને ઉજવણી કરે અને શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.આ પ્રસંગે મુસ્લિમ આગેવાનો પૈકી ગ્યાસુદ્દીન સૈયેદ બાવા સાહેબ,વસીમ ફડવાલા, નજમુદ્દીન શેખ, રિટાયર્ડ પીઆઈ મોહમ્મદ અલી શેખ, અસ્પાક બાગવાલા, ઈમ્તિયાઝ ઘોણીયા, મુસ્તાક ચીકીવાલા, સબ્બીરભાઈ ગેરેજવાળા, સાદિક શેખ, જુબેરભાઈ મેમણ તથા સેલારવાડ યંગ કમિટીના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!