Tuesday, February 27, 2024
spot_img
HomeGujaratભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષપદે રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાયો

ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષપદે રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાયો

- કૃષિ એ જડ સાથે જોડાયેલ તથા વારસામાં મળેલ વ્યવસાય છે : ધારાસભ્ય રમેશ મિસ્ત્રી

ભરૂચ,

કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ આયોજિત રવિ કૃષિ મહોત્સવ -૨૦૨૩ નો સમગ્ર રાજ્યમાં શુભારંભ કરવામાં આવ્યો છે.જેના અનુસંધાને ભરૂચ જિલ્લામાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષપદે જિલ્લા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાયો હતો. આ વેળાએ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે,વર્ષ ૨૦૦૫ થી સમગ્ર રાજ્યમાં શરૂ થયેલ આ મહોત્સવનો બે દાયકા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા છે.વધુમાં તેમણે ઉમેરતા જણાવ્યું હતું કે, આપણો દેશ કૃષિપ્રધાન દેશ ગણવામાં આવે છે.આપણને તો કૃષિ એ વારસામાં મળેલ વ્યવસાય છે.આમ,કૃષિને જડ સાથે જોડાયેલ વ્યવસાય ગણાવ્યો હતો.વધુમાં તેમણે કૃષિ સુધારણાના અનેકવિધ પગલાં રાજ્ય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યા છે.રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પણ રાજ્ય પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે પ્રગતિ હાંસલ થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે તેની પણ સરહાના કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના પિરાણા ખાતે યોજાયેલા રાજ્ય કક્ષામા રવી કૃષિ મહોત્સવનું જીવંત પ્રસારણ આ તબક્કે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. રવી કૃષિ મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ સ્થળે કૃષિ ક્રાંતિને પ્રેરિત કરતા વિવિધ સ્ટોલ્સ ઊભા કરી નિદર્શન કરવામાં આવ્યું હતું. બે દિવસ સુધી ચાલનારા આ સ્ટોલ પ્રદર્શનીની પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ખેડૂતોએ મુલાકાત કરી હતી. જેમાં પ્રાકૃતિક અને પરંપરાગત કૃષિના ઉપયોગ, તેના પોષકગુણો, પાક ઉત્પાદન, જમીનની ગુણવત્તામાં વધારો, આવકમાં વધારો, ખર્ચમાં ઘટાડો જેવી બાબતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા.જિલ્લામાં પરંપરાગત ખેતી અને મિલેટ્સના ઉપયોગ અંગે લોકજાગૃતિ આણવાનુ કાર્ય થઈ રહ્યું છે.ત્યારે અહીં મિલેટ્સમાંથી બનતી વાનગીઓનો પણ સંકલિત બાળવિકાસ યોજના અંતર્ગત આંગણવાડીના બહેનો દ્વારા સ્ટોલ પ્રદર્શન થકી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. જિલ્લા ખેતીવાડી વિભાગને લગતી પીએમ કિસાન યોજના સહિત તમામ યોજનાકીય માહિતી અને લાભો,ઈકેવાયસી, લેન્ડ સીડીંગની કામગીરી સહિત બેનર, પેમ્પલેટ્સ તથા સાહિત્ય વિતરણ દ્વારા ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના આયામો બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત સહિતની ખેતી પદ્ધતિથી પણ વાકેફ કરવામાં આવ્યા હતાં.આ વેળાએ મહાનુભાવોના હસ્તે ખેડૂતમિત્રોને યોજનાકીય લાભો અંગેના હુકમ એનાયત કરવામાં આવ્યા હતો.આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે આઈસીડીએસ કચેરીનું મિલેટની વાનગીઓ પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.આ અવસરે જિલ્લા કલેકટર તુષાર સુમેરા, પ્રાંત અધિકારી રોનક શાહ,તાલુકા પંચાયતના પ્રમુખ તથા સદસ્યો તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!