google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, September 15, 2024
HomeGujaratલોકસભાની ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે ચૂંટણી સાથે સંકળાયેલી વિવિધ ટીમોની તાલીમનું આયોજન કરાયું

લોકસભાની ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે ચૂંટણી સાથે સંકળાયેલી વિવિધ ટીમોની તાલીમનું આયોજન કરાયું

ભરૂચ,

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪, સાથે સંકળાયેલ ભારતના ચૂંટણી પંચની ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા બાબત ૨૦૨૪ ના પેરાઓની જોગવાઈઓ અન્વયે નિમણૂક કરવામાં આવેલ (FST,VVT,SST, VST,AT, AEO, MCC) જેવી વિવિધ ટીમોની તાલીમ આજરોજ અધિક નિવાસી કલેક્ટર એન.આર.ધાધલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી. 

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ચૂંટ_ણી સાથે સંકળાયેલ ફ્લાઈંગ સ્કવોડ ટીમ FST, સ્ટેટીક સર્વેલન્સ ટીમ SST,વિડીયો સર્વેલન્સ ટીમ VST, વિડીયો વ્યુઈંગ ટીમ VVT,મોડલ કોડ ઓફ કન્ડક્ટ ટીમ MCC,ચૂંટણી ખર્ચના હિસાબો રાખવાની ટીમ Expenditure Accounting Team,આસીસ્ટન્ટ એક્ષપેન્ડીચર ઓબર્ઝવર ટીમ AEO Team વગેરે ટીમો દ્વારા કામગીરી સુવ્યવસ્થિત રીતે આયોજન બધ્ધ કામગીરી થાય તે હેતુસર કર્મચારી અને અધિકારીઓની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમમાં નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી ઝધડીયા તથા નોડલ અધિકારી અને લેક્ચરર કોમ્ય્યુટર એંન્જીન્યરીંગ કે.જે.પોલીટેકનીક કોલેજ ભરૂચ દ્વારા તમામ ટીમોના ૧૧૦ જેટલા અધિકારી એને કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી. આ તમામ ટીમોને ચૂંટણી જાહેર થયે તરત જ કાર્યરત થવા તથા તેઓને લગતી કામગીરી સમયમર્યાદામાં  પુર્ણ કરવા જણાવ્યું હતું. 

 આ તાલીમ દરમ્યાન અધિક નિવાસી કલેક્ટર એન.આર.ધાધલ,નાયબ ચુંટણી અધિકારી એમ.એસ. ગાંગૂલી તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!