google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, October 8, 2024
HomeGujaratજંબુસર તાલુકાકક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી કલક ખાતે કરવામાં આવી

જંબુસર તાલુકાકક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી કલક ખાતે કરવામાં આવી

- કલક પ્રાથમિક શાળા ધો.૪ ની વિદ્યાર્થીની માનસી વાઘેલા દ્વારા પ્રજાસત્તાક દિનનો મહિમા અંગે સુંદર વક્તવ્ય આપ્યું - ઉપસ્થિતોના હસ્તે આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડ તથા સ્વાતંત્ર સેનાનીનું સાલ ઓઢાડી સન્માનિત કરાયા

(સંજય પટેલ,જંબુસર)

તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી જંબુસર તાલુકાના ગામે કોમ્યુનિટી હોલ કમ્પાઉન્ડમાં પ્રાંત અધિકારી એમ બી પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરી ઉજવણી કરવામાં આવી હતી.

૨૬ મી જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં મળેલી સંવિધાન નિર્માણ સમિતિ દ્વારા ૨ વર્ષ, ૧૧ માસ અને ૧૪ દિવસના સમયગાળામાં સંવિધાનની રચના કરવામાં સમય લાગ્યો હતો અને ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયાની જગ્યાએ ભારતીય સંવિધાન લાગુ થયું હતું. પ્રથમ પ્રજાસત્તાક પર્વનો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે ત્રિરંગો લહેરાવ્યો હતો.ભારતનું સંવિધાન ૨૬-૧૧-૧૯૪૯ માં બન્યું હતું પરંતુ ૨૬ મી જાન્યુઆરી ૧૯૫૦ માં લાગુ કરવામાં આવ્યું હતું.જે સવારના ૧૦:૧૮ મિનિટે અમલી બન્યું હતું.આજે પણ શાનોસોકતથી રંગે ચંગે ઉજવણી કરવામાં આવે છે.જે અંતર્ગત જંબુસર શહેર તાલુકાની કચેરીઓ પૂર્વ સંધ્યાએ રોશની થી ઝગમગ ઉઠી હતી.વહેલી સવારથી જ વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું.જંબુસર તાલુકાકક્ષાની ઉજવણી કલક ગામે કરવામાં આવતા પ્રાંત અધિકારી એમ બી પટેલના હસ્તે ધ્વજવંદન કરાયું હતુ અને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

તાલુકાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે જંબુસર તાલુકાની શાળાઓના બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે મામલતદાર વી બી પરમાર, પ્રો.ડીવાયએસપી એમ પી મોદી, પીઆઈ એ વી પાણમીયા,સરપંચ ઈન્દ્રવદનભાઈ લીમ્બચીયા, અગ્રણી ચંદુભાઈ પટેલ,દિનેશભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા.કલક પ્રાથમિક શાળા ધોરણ ૪ ની વિદ્યાર્થીની માનસી વાઘેલા દ્વારા પ્રજાસત્તાક દિનનો મહિમા અંગે સુંદર વક્તવ્ય આપ્યું હતું.તથા ઉપસ્થિતોના હસ્તે આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો કિરણબેન લીમ્બચીયા, રેખાબેન રાઠોડ ,દીપિકાબેન પરમાર, કરિશ્મા બેન રાઠોડને માતા યશોદા એવોર્ડ તથા સ્વાતંત્ર સેનાની ચંદુભાઈ કિશોરભાઈ પટેલનું સાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા.આ સહિત શ્રેષ્ઠ શિક્ષકો આશિષભાઈ ગાંધી, કિશોરભાઈ ગોહિલ, ગેમલ સિંહ પરમાર,જાગૃતિબેન પટેલને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.સદર કાર્યક્રમમાં icds વિભાગ હેમલત્તા રાણા,પ્રવિણાબેન પટેલ, માજી તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંગીતાબેન પટેલ, ગામ અગ્રણી કમલસિંહ રાજ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!