google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, April 14, 2024
HomeGujaratઝઘડિયા સુલતાનપુરાના ફાધર ક્વાર્ટર્સ વિસ્તારમાં આજ દિન સુધી રોડ સુવિધા રહીશોને મળી...

ઝઘડિયા સુલતાનપુરાના ફાધર ક્વાર્ટર્સ વિસ્તારમાં આજ દિન સુધી રોડ સુવિધા રહીશોને મળી નથી

- - ૬૫ જેટલા રહીશોને રોડની સુવિધા નહીં મળતા આજરોજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું - આ વિસ્તારમાં રોડ માટે ગ્રાન્ટ ફળવાઈ હતી પરંતુ તેને બીજી જગ્યાએ તે ગ્રાન્ટના નાણાં બીજે વાપરવામાં આવ્યા હોવાનો આક્ષેપ પણ રહીશોએ કર્યો છે

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના વિસ્તારમાં વિકાસના કામો બાબતે અવારનવાર ફરિયાદો ઉપસ્થિત થતી રહે છે.આજરોજ સુલતાનપુરા વિસ્તારના આવેલ ફાધર ક્વાર્ટર્સના રહીશો દ્વારા તેમના વિસ્તારમાં આજે સુધી રોડ બન્યો નથી જે બાબતે રોડ બનાવવામાં આવે તેવી પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે,રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે ફાધર ક્વાર્ટર સુલતાનપુરા ઝઘડિયામાં છેલ્લા ૨૫ વર્ષથી મેઈન રોડથી આખા ફળિયાનો રોડ બનાવવામાં આવ્યો નથી,બધા સરપંચની ચૂંટણી સમયે રોડ બનાવવાનું કહીને જાય છે પરંતુ ચૂંટણીમાં ચૂંટાયા પછી કોઈ સરપંચ કામ કરતું નથી તેવો આક્ષેપ કર્યો હતો.આ બાબતે તેઓએ ગત સપ્તાહે ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચને રોડના કામ માટે રૂબરૂમાં મળી જણાવ્યું હતું.ત્યારે સરપંચે તેમને જણાવેલ કે તમારા વિસ્તારના રોડની ગ્રાન્ટ પાસ થઈ ગઈ હતી.પરંતુ ધારાસભ્યના કહેવાથી બીજી જગ્યાએ ગાન્ટ ઉપયોગમાં લઈ લીધી છે અને અત્યારે બીજી કોઈ ગ્રાન્ટ ફાળવાઈ તેમ છે નથી,જ્યારે ગ્રાન્ડ ફાળવવામાં આવશે ત્યારે બનાવીશું તેમ સરપંચે ફાધર ક્વાર્ટર્સના વિસ્તારના રહીશોને બિન જવાબદારી પૂર્વક જવાબ આપ્યો હતો.ફાધર ક્વાર્ટર્સ વિસ્તારમાં રોડ નહીં હોવાના કારણે મરણના સમયે ત્યાંથી પસાર થવાની પણ તકલીફ પડે છે,કોઈ વાહનો પણ આવી શકતા નથી જેથી તેઓએ ઝઘડિયા પ્રાંત અધિકારીને આ વિસ્તારનો રોડ બનાવી આપવા માટે રજૂઆત કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!