google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratભરૂચના જાહેરમાર્ગો ઉપર મુકેલ આરઓ પાણીના મશીનો પાલિકા દ્વારા આપવામાં નથી આવ્યા...

ભરૂચના જાહેરમાર્ગો ઉપર મુકેલ આરઓ પાણીના મશીનો પાલિકા દ્વારા આપવામાં નથી આવ્યા સંસ્થાના સ્વ ખર્ચે મુકવામાં આવ્યા છે : ઈલા આહીર

- ભરૂચ નગરપાલિકાએ લાખોના ખર્ચે મુકેલા આરઓ પાણીના મશીનો જાહેરાતનું સાધન બન્યા? : પાલિકા દ્વારા કાર્યવાહી કરાશે? - વિવિધ વિસ્તારોમાં આરઓ પાણીના મશીનો મુકવાની યોજનાનું સૂરસૂરીયું : પાલિકાના પાપે ભરઉનાળે રાહદારીઓ પીવાનું પાણી ખરીદવા મજબુર

ભરૂચ,
ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં લાખોના ખર્ચે આરઓ પીવાના પાણીના મશીન મુકવામાં આવ્યા છે.પરંતુ આ આરઓ પીવાના પાણીના મશીન બિન ઉપયોગી બનતા હાલ વેપારીઓ માટે જાહેરાતનું સાધન બન્યા છે.નગરપાલિકા અને મશીનનું સંચાલન કરતી સંસ્થાએ ભરઉનાળામાં રાહદારીઓ અને વટેમાર્ગુની તરસ છીપાવવાની ચિંતા ન કરતા આજે તેઓએ પીવાના પાણી માટે રૂપિયા ખર્ચવાની નોબત આવી છે.
ભરૂચ નગરપાલિકા દ્વારા ચાર વર્ષ અગાઉ લાખો રૂપિયાના ખર્ચનું આંધણ કરી શહેરના વિવિધ વિસ્તારોના જાહેરમાર્ગો ઉપર રાહદારીઓ અને વટેમાર્ગુઓ માટે શુદ્ધ પીવાના પાણીના એટીએમ મશીન મૂકવામાં આવ્યા હતા.આ મશીનનો કોન્ટ્રાક્ટ તેની સાચવણી માટે પ વર્ષની વોરંટી અને મશીને કંઈ પણ થાય તો તેની સંપૂર્ણ મરામત માટેનો કોન્ટ્રાક્ટ અમદાવાદના ટોયમ સેફ વોટર ટેક્નોલોજીસને સોંપવામાં આવ્યો હતો.પરંતુ પાણીના એટીએમ મશીન માંડ એક વર્ષ પણ ચાલ્યા ન હોવાથી ટોયમ સેફ વોટર ટેક્નોલોજીસને વારંવાર ભરૂચ નગરપાલિકા દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી અને સમગ્ર પાણીના એટીએમ મશીનનો પ્રોજેક્ટ નિષ્ફળ જતા ભરૂર નગરપાલિકાએ શહેરીજનોના ટેક્સના રૂપિયાનું આંધણ કર્યું હોવાના આક્ષેપો વારંવાર થયા હતા.જેના કારણે ભરૂચ નગરપાલિકાએ એજન્સીને નોટિસ આપ્યા બાદ કાયદાકીય રીતે નોટિસ આપવામાં આવી હતી.જે બાદ વિવિધ વિસ્તરમાં રહેલા આરઓ પીવાના પાણીના મશીનો ભરૂચની ઈનરવ્હીલ ક્લબ ઓફ ભરૂચને આપવામાં આવ્યા હતા.
ઈનરવ્હીલ ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ ઈલાબેન આહીર સાથે ટેલિફોનિક સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું હતું કે શહેરમાં જે આરઓ પીવાના પાણીના મશીનો મુકવામાં આવ્યા છે તે પાલિકા દ્વારા આપવામાં નથી આવ્યા સંસ્થાના સ્વ ખર્ચે મુકવામાં આવ્યા છે અને મેન્ટેનન્સ માટે પાલિકાને અમે આપ્યા છે.મશીનરીની એક વર્ષ માટે ગેરંટી અને વોરંટી છે તે જ્યાંથી લીધા છે તે લોકો જ કરે છે અને 30 હજારના ખર્ચે લીધા છે.મારા વર્ષમાં બે મુક્યા છે અને આ વર્ષે પણ બે મુકાયા છે.મશીનો ઉપર પાલિકાનું નામ કેવી રીતે આવ્યું તે જોવું પડશે.પાલિકાએ અમને નથી આપ્યા અમે આમારા સ્વ ખર્ચે નવા મશીનો લીધા છે.
તો આ બાબતે ભરૂચ નગરપાલિકાના વોટર વર્કસના એન્જીનીયર વિશ્વજીત રાઠોડ સાથે ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે શહેરના જાહેરમાર્ગો ઉપર મુકવામાં આવેલ આરઓ પીવાના પાણીના મશીન ભરૂચની ઈનરવ્હીલ ક્લબ ઓફ ભરૂચને ૧૦ મશીનો લેવા કહ્યું હતું.પરંતુ તેઓએ હાલમાં કસક,સુપર માર્કેટ,નર્મદા એપાર્ટમેન્ટ અને બંબાખાના મળી ૪ મશીનો ચાલુ કર્યા છે.જેઓને ૯ જૂન ૨૦૨૩ ના રોજ આપવામાં આવ્યા હતા અને તેઓને સેવા કરવાના ભાવથી આપવામાં આવ્યા હતા અને આ આરઓ મશીનોનું તમામ મેન્ટેનન્સ એક વર્ષ માટે આ સંસ્થા દ્વારા કરવાનો રહેશે.
હાલ તો ઉનાળાની શરૂઆત થતાં જ રાહદારીઓ અને વટેમાર્ગુઓને પીવાના પાણી માટે રૂપિયા ખર્ચવા પડે છે.આ વાત હાલની નથી એક વર્ષ પૂર્વેથી ચાલી રહી છે.ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરની સંસ્થાને આ મશીનો ચલાવવા આપવામાં આવ્યા હતા.પરંતુ સંસ્થા દ્વારા આ મશીનો ચાલુ ન કરી રાહદારીઓ અને વટેમાર્ગુઓને ભરઉનાળે પીવાનું પાણી નહિ મળતા રૂપિયા ખર્ચવા મજબુર કર્યાં છે.જોકે આજે અમુક બિન ઉપયોગી બની ગયેલા એટીએમ મશીનો વેપારીઓ માટે જાહેરાતનું સાધન બની ગયું છે તેમ મશીન ઉપર માત્ર જાહેરાતના પોસ્ટરો જોવા મળી રહ્યા છે.સત્તાપક્ષે ભરૂચ શહેરના એક પણ વિસ્તારમાં પીવાના પાણીની પરબ ઉભી કરી નથી જેથી બે રૂપિયા મે જે પાણીના પાઉચ મળતા હતા તે જ ૨ રૂપિયા જેટલું જ પાણી આજે પ રૂપિયામાં પ્લાસ્ટિકની બોટલમાં ખરીદવું પડે છે.આટલી મોંઘવારીમાં પીવાના પાણી માટે લોકોએ તરસવું પડે છે.ત્યારે નગરપાલિકાના પાપે ભરઉનાળાએ રાહદારીઓ અને વટેમાર્ગુઓને પીવાના પાણી માટે તરસી રહ્યા હોવાનું એક રાહદારીએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ નગરપાલિકા એ વર્ષ ૨૦૨૦-૨૦૨૧ ની ગ્રાન્ટમાં શહેરના વિવિધ ૧૦ લોકેશન પર અંદાજીત ૧૬ લાખના ખર્ચે ઠંડા આરઓ પાણીના મશીન મૂકવાનું આયોજન કર્યું હતું અને મૂકવામાં પણ આવ્યા છે.પરંતુ જે એજન્સીને ચલાવવા આપ્યા હતા તે એજન્સી ધ્વારા ચલાવવામાં નહીં આવતા આખરે આઅ તમામ મશીનો સેવા કરવાના ભાવથી ભરૂચની ઈનરવ્હીલ ક્લબ ઓફ ભરૂચને આપવામાં આવ્યા હતા.ત્યારે આજે આ મશીનો જાહેરાત નું મધ્યમ બન્યા છે તો બીજી તરફ આઅ મશીનો સંસ્થાએ સ્વ ખર્ચે મૂક્યા હોવાનું પ્રમુખ ઈલા આહીર જણાવી રહ્યા છે.ત્યારે ખરે ખર આઅ તમામ મશીનો કોણે મૂક્યા તે ચર્ચા નો વિષય બન્યો છે.જો સંસ્થાએ સ્વ ખર્ચે મૂક્યા હોય તો ખર્ચ કરેલ ૧૬ લાખ કયા ગયા તે પણ તપાસનો વિષય બન્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!