ભરૂચ,
ભરૂચ શ્રવણ ચોકડીથી જંબુસર બાયપાસ સુધી થતા ભારે ટ્રાફિકજામના કારણે અનેક વાહનો નગરના ઈન્ટરનલ માર્ગો ઉપર વાહનોનું ભારણ વધવા પામ્યુ છે.જેને પગલે ભરૂચના ફાટાતળાવ ઢાલથી લઈ મદીના હોટલ,મહંમદપુરા,બંબાખાના વિસ્તારમાં રોજેરોજ ટ્રાફિકજામની સમસ્યા ઉભી થવા પામી છે.તેમજ ટ્રાફિકમાં હેરાન થતા લોકોની ફરિયાદ પણ ઉઠી છે. ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષના સભ્યો દ્વારા પણ ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે રજૂઆત કરી સૂચનો આપવામાં આવ્યા હતા.
ટ્રાફિકજામની સમસ્યા બાબતની રજુઆતને ધ્યાનમાં લઈ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,નગરપાલિકા ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ, નગરપાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ દ્વારા વિપક્ષના નેતા સમસાદઅલી સૈયદ, સભ્યો સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા,ઈબ્રાહીમ કલકલને સાથે રાખી ઢાલ થી લઈ મોહંમદપુરા સુધીના ત્રણ નાળા વચ્ચેના માર્ગનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતુ અને જે માર્ગ સાંકડો છે તેને પહોળો કરવા તેમજ રોડ પર અડચર રૂપ જીઈબીના પોલને શિફ્ટ કરી ટ્રાફિક સમસ્યા માંથી મુક્તિ મળે તે માટે તાત્કાલિક અસર થી કામગીરી કરવામાં આવશે.