google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratવહેલી તકે રસ્તાની કામગીરી નહિ કરવામાં આવે તો કોન્ટ્રાકટરની ઓફિસનો ઘેરાવો કરી...

વહેલી તકે રસ્તાની કામગીરી નહિ કરવામાં આવે તો કોન્ટ્રાકટરની ઓફિસનો ઘેરાવો કરી ધરણા કરવાની ભરૂચ વિપક્ષની ચીમકી

- ભરૂચના ફાટાતળાવ ઢાળથી બાયપાસ સુધીના રસ્તા બાબતે વિપક્ષ દ્વારા ચીફ ઓફિસર અને કારોબારી ચેરમેનને રજૂઆત

ભરૂચ,
ભરૂચના ફાટાતળાવ ઢાળથી લઈ મોહમ્મદપુરા સુધીનો માર્ગ પહોળો કરવાની કામગીરીમાં વિલંબ થતા વિપક્ષ દ્વારા ચીફ ઓફિસર અને કારોબારી ચેરમેનને રજૂઆત કરવામાં આવી હતી અને જો વહેલી તકે કાગીરી શરુ કરવામાં નહિ આવે તો કોન્ટ્રાકટરની ઓફિસનો ઘેરાવો કરવા સાથે ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
ભરૂચ – દહેજને જોડતા શ્રવણ ચોકડીથી જંબુસર બાયપાસ સુધીના માર્ગ ઉપર સતત વાહનોની રહેતી અવરજવરના પગલે ટ્રાફિકજામના કારણે અનેક વાહનો શહેરના ઈન્ટરનલ માર્ગો ઉપરથી પસાર થતા વાહનોનું ભારણ વધવા પામ્યુ છે.જેને પગલે ભરૂચના ફાટાતળાવ ઢાળથી લઈ મદીના હોટલ સુધીના સાંકડા માર્ગને પહોળો કરવા વિપક્ષ દ્વારા અગાઉ રજૂઆત કરવામાં આવી હતી.વિપક્ષની રજૂઆતને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય તેમજ શાસક પક્ષ અને વિપક્ષના સભ્યો અને નગરપાલિકા તંત્ર દ્વારા અગાઉ આ રસ્તાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને જે માર્ગ સાંકડો છે ત્યાં દબાણ હટાવી રસ્તાને પહોળો કરવા કામગીરી કરવામાં આવી હતી.તેમજ રોડ પર અડચર રૂપ જીઈબીના પોલને શિફ્ટ કરવામાં આવ્યા હતા.
ફાટાતળાવ ઢાળથી લઈ મોહમ્મદપુરા સુધી જ્યાં રસ્તો પહોળો કર્યો છે ત્યાં તેમજ બાયપાસ સુધીના રસ્તામાં ડામર કારપેટ કરવાની કામગીરી કરવામાં વિલંબ થઈ રહ્યો હોવાથી આજરોજ નગરપાલિકા વિપક્ષના સભ્યો સમશાદઅલી સૈયદ,હેમેન્દ્ર કોઠીવાલા,ઈબ્રાહીમ કલકલ સહિત અન્ય આગેવાનો નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ કારોબારી ચેરમેનને રજૂઆત કરવા પહોંચી ગયા હતા અને તાત્કાલિક ધોરણે રસ્તાની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
આ બાબતે વિપક્ષી નેતા સમશાદઅલી સૈયદે જણાવ્યું હતું કે એક તરફ તરફ શ્રવણ ચોકડી નજીક બની રહેલા બ્રિજના કારણે અને બીજી તરફ એક્સપ્રેસ વે પરથી આવતા વાહનો તમામ શહેરના માર્ગોનો ઉપયોગ કરી રહ્યા છે જેના કારણે ફાટાતળાવ ઢાળથી મોહમ્મદપુરા સુધીનો જે માર્ગ સાંકળો હતો તેને પહોળો કરવા માટે કામગીરી ચાલી રહી હતી પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી કામગીરી અટકી જવાના કારણે ટ્રાફિક ની સમસ્યા ઉભી થઈ રહી છે અને આગામી દિવસોમાં વરસાદ પણ નજીક હોય જેથી વહેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં આવે અને ટ્રાફિકની સમસ્યા હલ કરી શકાય.જો વહેલી તકે કામગીરી નહિ કરવામાં આવે તો આવનાર દિવસોમાં કોન્ટ્રાકટ ની ઓફિસનો ઘેરાવો કરવા સાથે ધરણા કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!