google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeCrimeખાણ ખનીજ વિભાગનો રોયલ્ટી ઈન્સ્પેકટર ૬૦ હજારની લાંચ કેસમાં ઝડપાયો

ખાણ ખનીજ વિભાગનો રોયલ્ટી ઈન્સ્પેકટર ૬૦ હજારની લાંચ કેસમાં ઝડપાયો

- વી.આર.હોટલના કેશ કાઉન્ટર વાવડી ગામે એસીબીની સફળ ટ્રેપ - રોયલ્ટી વગરની ગાડી જવા દેવાના દંડ ન ભરવો પડે તે માટે ૧ લાખની માંગણી કરી હતી : લાંચ સ્વીકારનાર હોટલ મેનેજર પણ ઝડપાયો

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઈન્સ્પેકટર ૬૦ હજારની લાંચ લેતા નર્મદા એસીબીના હાથે ઝડપાઈ ગયા હતા.
આ અંગેની ફરિયાદ ફરીયાદી એક જાગૃત નાગરીકે કરી હતી.જેમાં બે આરોપીઓ (૧) દીપકકુમાર સોહનલાલ સાંવરિયા, રોયલ્ટી ઈન્સ્પેકટર, વર્ગ-૩ (કરાર આધારીત) ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતુ, કલેકટર કચેરી,રાજપીપલા નર્મદા રહે.બી-૧૪ પ્રશાંત પ્લાઝા આનંદપુરા સરકારી પ્રેસ, વડોદરા ૩૯૦૦૦૧ અને (૨) કામીયાબઅલી માસુમઅલી સેલીયા, (પ્રજાજન) વી.આર.હોટલ મેનેજર હાલ રહે.વી.આર.હોટલ વાવડી ગામ હાઈવે તા.નાંદોદ જી.નર્મદા મુળ રહે.વાઘરોલ તા.સિધ્ધપુર જી.પાટણ સામે ૬૦,૦૦૦ લાંચની રકમની માંગણીની ફરિયાદ કરતા વી.આર. હોટલ, કેશ કાઉન્ટર,વાવડી ગામે ગામે એસીબીની ટ્રેપમાં આરોપી લાંચ લેતા ઝડપાઈ ગયા હતા.
ફરીયાદની વિગત અનુસાર આ કામના ફરીયાદી પોતાની ટાટા ટ્રકમાં પોઈચા નર્મદા કાંઠેથી રેતી ભરી રાજપીપલા ખાતે ઓર્ડર મુજબ રેતીનો ધંધો કરતા હોય આ કામના આરોપી દીપકકુમાર સોહનલાલ સાંવરિયા, રોયલ્ટી ઈન્સ્પેકટર,ખાણ ખનીજ વિભાગ નર્મદાના જીઓ માઈન એપ્લીકેશન આધારે ફરીયાદીની ટાટા ટ્રકના નંબર શોધી ફરીયાદીને વોટસએપ ઓડીયો કોલીંગ કરી જણાવેલ કે રોયલ્ટી વગરની ગાડી જવા દીધેલ.જે ટ્રકને મે ખનીજના ગોડાઉનમાં મુકીશ તો તને અઢી થી પોણા ત્રણ લાખના દંડ આવશે,જેથી તારે દંડ ભરવો છે ? કે મને રૂ।.૧,૦૦,૦૦૦ આપવા છે ? તેમ જણાવી તેવી વાત ફરીયાદીને રૂબરૂમાં કરતા ફરીયાદીએ જણાવેલ કે અત્યારે મારી પાસે પૈસાની સગવડ નથી પણ મે તમને રૂ।.૬૦,૦૦૦ ગમે તેમ કરી આપીશ અને બીજા રૂ।.૪૦,૦૦૦ પંદર દિવસ પછી કરી આપીશ.તેવી વાત કરતા આરોપી દીપકકુમાર સાંવરિયાએ ફરીયાદીને વોટસએપ ઓડીયો કોલીંગ કરી રૂ।.૬૦,૦૦૦ ની માંગણી કરતા ફરીયાદી લાંચ આપવા માંગતા ન હોય જેથી એ.સી.બી.માં ફરીયાદ આપતા લાંચના છટકાનું આયોજન કરતા આરોપી દિપકકુમારે વાવડી ગામ હાઈવે ઉપર આવેલ વી.આર.હોટલમાં આપી દેવા જણાવતા આ કામના આરોપી (૨) ના કામીયાબઅલી માસુમઅલી સેલીયાએ આરોપી દીપક કુમારના કહેવાથી લાંચની રકમ રૂ।.૬૦,૦૦૦ સ્વીકારી એકબીજાની મદદગારી કરી સ્થળ ઉપરથી પકડાઈ જઈ ગુનો કરતા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ઘરેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!