(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ચૈત્ર માસમાં 21 કિમિની પંચકોશી નર્મદા પરિક્રમાને બદલે 80 કિમિનો નવો પરિક્રમા માર્ગ બનાવવા સામે સાધુ સંતોનો વિરોધ કર્યો છે.ચૈત્ર માસમાં પંચકોશી નર્મદા પરિક્રમા માટે હરણી તળાવ માં ઘટના બાદ તંત્ર જાગ્યુ છે ત્યારે નદીમાં બોટનો ઉપયોગ નાં કરવો પડે એટલે ત્રીજા વિકલ્પ તરીકે 70 થી 80 કિમી લાંબો વૈકલ્પિક રૂટ તૈયાર કરવા તંત્ર તૈયારી કરી રહ્યું છે ત્યારે આ નિર્ણય સામે સાધુ સંતો અને ભક્તોએ વિરોધ કરી આજે નર્મદા કલેકટરને સાધુ સંતોએ આપ્યું આવેદનપત્ર આપી ભકતો,સાધુ સંતોએ જૂનો પરિક્રમા રૂટ જ ચાલુ રાખવાની માંગ કરી છે.
ચૈત્ર માસમાં એક મહિનો ઉત્તરવાહિની નર્મદા મૈયાની પરિક્રમા કરવામાં આવે છે જે હજારો વર્ષોથી ચાલતી આવી છે પંચકોશી પરિક્રમા જેને કહેવામાં આવે છે અને આ પરિક્રમા રામપુરા નર્મદા ઘાટ થી રણછોડજી ના મંદિરે દર્શન કરી ને ભક્તો શરૂ કરે છે અને જે 21 કિલોમીટર ની પરિક્રમા જેમાં બે વાર નર્મદા નદી પાર કરવાની હોય છે અને ખુબ ફળદાયી આ પરિક્રમા કરવા ભક્તો ની ભીડ જામે છે.પહેલા આ પરિક્રમા માં ભક્તો નો ધસારો ઓછો હતો પરંતુ છેલ્લા ચાર પાંચ વષૅમાં ભક્તો એટલી મોટી સંખ્યામાં દેશભરમાંથી આ પંચ કોશી પરિક્રમા કરવા આવે છે કે રજાઓ ના દિવસે એક થી દોઢ લાખ પ્રવાસીઓ થઈ જાય છે.આમ 30 દિવસ ની આ પરિક્રમા માં અંદાજિત 10 થી 15 લાખ લોકો પરિક્રમા કરે છે એટલું મહત્વ છે.
ગત વર્ષે ભક્તોની ભીડ ને લઈને ધક્કા મુક્કી અને નવાડીઓ માં બેસવા ભીડ જામતી લાંબી લાઈનો લગતી કલાકો બાદ નંબર આવે તો તાપમાં ભક્તો ડીહાઇડ્રેશન નો શિકાર પણ બનતા ત્યારે તંત્ર દ્વારા જ મેડિકલ ટિમો ઉતરવામાં આવી નાવડીઓ વધારવા માં આવી એક બાજુ કામચલાઉ કાચો પૂલ પણ બનાવવામાં આવ્યો હતો.ભક્તોની પરેશાની નોંધ લઈને સરકાર દ્વારા આ વર્ષે નર્મદા પરિક્રમા શરૂ થાય એ પહેલા સુવિધાઓ ને લઈને આગોતરું આયોજન કરવા બે વાર તંત્રની ટિમો એ પરિક્રમા રુટ પર સર્વે કર્યો અને જિલ્લા કલેક્ટર નર્મદાના અધ્યક્ષ સ્થાને બેઠક પણ કરી હતી.જેમાં જુના રુટ અને નવા રુટ અંગેના રીવ્યુ પણ આધિકારીઓ પાસેથી જિલ્લા કલેટકર સ્વેતા તેવતિયા એ લીધા હતા.
નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી સુવિધાઓ ઉભી કરવા સાથે નદીમાં બોટ નો ઉપયોગ નાં કરવો પડે એ માટે ત્રીજા વિકલ્પ તરીકે 70 થી 80 કિમી લાંબો વૈકલ્પિક રૂટ તૈયાર કર્યો છે. પંરતુ આં વૈકલ્પિક રૂટ નો વિરોધ કરી સાધુ સંતો અને ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ દ્વારા જૂનો પરિક્રમા રૂટ રાખવામાં આવે એવી વાત કરી છે અને જિલ્લા કલેકટરે હૈયા ધારણા આપી છે કે પહેલા બ્રિજ નદીમાં.બને અને બીજા નાવડી ની વ્યવસ્થા કરવામાં આવે અને જો એ પણ સરકાર નક્કી નાં કરે તો.લાંબા રૂટ નો વિકલ્પ પર માનવો પડશેની વાત કરી.
આ અંગે કિરણભાઈ અકોલકર,પ્રમુખ નર્મદા ગરિમા અભિયાન અને સદાનંદ મહારાજ,અખિલ ભારતીય સંત સમિતિ સદસ્ય તેમજ ડો.જ્યોતિર્મયાનંદ સરસ્વતી (માંગરોળ, સંત)એ ધારાસભ્ય દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતીના કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.