ભરૂચ,
ટચૂકડું પણ ઉત્તમ એવું કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરીનું આ ભવ્ય ઓડિટોરિયમના લોકાર્પણ પ્રસંગે ગુજરાતનાં ગર્વ સમાન સાઈરામ દવેજીની હાસ્યરસ મહેફિલના સાનિધ્યમાં ભરૂચની કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરીનું ઓડિટોરિયમ ભરૂચની સાહિત્ય અને કલાપ્રેમીઑ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું તે પ્રસંગે પુસ્તકાલયના સ્થાપક ગૌતમભાઈ ચોક્સી,પ્રોજેકટ ડાયરેક્ટર મનન ચોક્સી,ભરુચ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી,મયુર ચાવડા,લોક ગાયક અભેસિંહજી તથા કલા અને સાહિત્ય પ્રેમી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.જ્યાં જ્યાં પુસ્તકાલય ત્યાં ત્યાં સાક્ષાત જ્ઞાનની દેવી માતા શારદા નિવાસ કરતી હોય છે એવા માતા શારદાના નિવાસ કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરીમા 215ની શ્રોતા સંખ્યા સમાવી શકાય એવો ભવ્ય સભાખંડ ભરુચની જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો.પુસ્તકો આપણાં એકાંતને ખાળે છે અને આપણાં મિત્ર બની સતત આપણને પ્રેરિત કરતાં રહે છે એવા જ્ઞાનભંડાર ધરાવતા પુસ્તકાલયની યશ કલગીમાં એક નવું પીછું ઉમેરાયું જે ભરુચ જિલ્લા માટે ખૂબ ખુશીના સમાચાર છે.સમાજનું છે અને સમાજને પાછું આપી રહ્યો છું આ વાક્ય પુસ્તકાલયના સ્થાપક શ્રી ગૌતમભાઈ ચોક્સી વર્ષ 2008માં પુસ્તકાલયના લોકાર્પણ સમયે બોલ્યા હતા જેમાં વધુ એક યશ કલગી સમાન ભવ્ય વાતનુકૂલિત અને આધુનિક પ્રોજેક્ટર અને સાઉન્ડ સિસ્ટમથી સજ્જ સભાખંડ ખુલ્લો મૂક્યો ત્યારે પણ તેઓએ એ જ ઈચ્છા વ્યક્ત કરી કે ભરૂચની સાહિત્ય અને કલાપ્રેમી જનતા એનો ખરા અર્થમાં લાભ લે અને સમાજ ઉપયોગી કાર્યમાં જોડાતા રહે.હાસ્યરસથી સૌ ભાવકોને તરબોળ કરનાર શ્રી સાઇરામ દવેજી આ ભવ્ય ઓડિટોરિયમ અને પુસ્તકાલયની વિવિધ પ્રવૃત્તિથી પ્રભાવિત થઈ બોલ્યા કે ભરૂચની જનતા ખરેખર નસીબદાર છે કે તેઓને આટલું ભવ્ય પુસ્તકાલય ભેટમાં તો મળ્યું જ છે જેની સાથે સાથે સોને પે સુહાગા સમાન ભવ્ય ઓડિટોરિયમ પણ મળ્યું જે માટે તેઓએ ચોક્સી પરિવારનો ખૂબ આભાર માન્યો હતો અને જણાવ્યુ કે પોતાના વડીલની યાદમાં અને એમના ઉદ્દેશ્યને ખરા અર્થમાં સાકાર કરવા માટે આવું નિસ્વાર્થભાવનું કાર્ય કરવું એ વ્યકતીની સાદગી અને વિવેક દર્શાવે છે.વાત પુસ્તકોની કરી , પુસ્તકાલયની તથા દુલારાય કાગજીના દુહા અને રામયણના પ્રસંગોની વાતથી સૌને મંત્રમુગ્ધ કરનાર વ્યવસાયે શિક્ષક અને લોક ગાયક તથા હાસ્ય કલાકાર શ્રી સાઈરામ દવેજી વાણીનો સૌએ લાભ લીધો હતો. તેઓએ દરેકને જીવનમાં પુસ્તકોને મિત્ર બનાવવાની હાંકલ કરી હતી. તથા કેટલાક ઉપયોગી ગ્રંથો ઘરમાં વસાવવા જોઈએ અને વાંચવા એ માટે સૌને વિનંતી કરી હતી.તેઓએ જણાવ્યુ કે જો આપણે જ્ઞાન અને પોતિકાપણાથી વિમુખ થતાં બચવું હશે તો આપણે પુસ્તકોને મિત્ર બનાવવા પડશે કેમ કે પુસ્તકો કદી દગો નથી કરતાં કે સામો પ્રતિકાર કરતાં તેઓ તો હમેશા તમને સાથ આપવા તત્પર હોય છે.
સાઈરામ દવેની હાસ્યરસ વાણીના વરસાદમય સાનિધ્યમાં ભરૂચની કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરીનું નવનિર્મિત ઓડિટોરિયમ સાહિત્ય અને કલાપ્રેમીઓ માટે ખુલ્લુ મુકાયું
- કલા અને સાહિત્યની પ્રવૃત્તિને વેગ આપવા ભરુચની કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરીના નવનિર્મિત ઓડિટોરિયમ સમાન વધુ એક પીછું ઉમેરાયું