ભરૂચ,
ભરૂચના એક વિસ્તારમાંથી ચાર મહિનાના સંતાનની માતા પ્રેમીના વિરહમાં રઘવાઈ બની હોય અને તેનો પ્રેમી વિધર્મી હોય અને તે દિલ્હી ભાગી જતાં તેની પ્રેમિકાએ બાળકીને મારી નાંખવાની કોશિશ કરવા સાથે ભારે હંગામો મચાવતા ૧૮૧ ની ટીમે બાળકીને સુરક્ષિત લઈ ભારે ધમાલ મચાવતી પ્રેમિકાને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા બાદ સખી વન સ્ટોપને સોંપતા ત્યાં પ્રેમિકાએ પોતાના કપડાં ફાડી નાંખવા સાથે ભારે ધમાલ મચાવતા સખી વન સ્ટોપ મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ઊભા થઈ ગયા છે.
સખી વન સ્ટોપ માંથી મળતી માહિતી અનુસાર હાલમાં જે યુવતી ભારે ધમાલ મચાવી રહી છે તે હિન્દુ છે અને તેણીએ અગાઉ હિન્દુ ધર્મના યુવક સાથે લગ્ન કર્યા હતા અને તે સમયગાળા દરમ્યાન તેણીને વિધર્મી યુવક સાથે પ્રેમ થઈ જતાં પ્રેમી સાથે પ્રેમિકાને લગ્ન રજીસ્ટ્રેશન વિના જ પત્ની તરીકે રાખી તેણીની સાથે વારંવાર શરીર સંભોગ કરી હિન્દુ પ્રેમિકાને ગર્ભવતી કરી દિલ્હી રફુ ચક્કર થઈ જતાં તે સમયગાળા દરમ્યાન ૨૨-૦૭-૨૦૨૪ ના રોજ ૭ દિવસ પહેલા યુવતીએ બાળકીને જન્મ આપ્યો હતો અને તે સમયે પણ સખી વન સ્ટોપની ટીમે કાઉન્સેલિંગ કરી યુવતીને પરત તેના પ્રેમી સાથે મોકલી આપી હતી.
ભોગ બનનાર યુવતી હિન્દુ હોય અને તેનો પ્રેમી મુસ્લિમ હોય અને પ્રેમી હાલમાં પ્રેમિકાને મૂકી બીજી યુવતી સાથે દિલ્હી ભાગી ગયો હોય જેથી પ્રથમ હિન્દુ પ્રેમિકા પ્રેમીના વિરહમાં માનસિક સંતુલન ગુમાવી બેઠી હોય અને બાળકીને મારી નાંખવાની કોશિશ કરી હોય અને ભારે હંગામો મચાવતી હોય તેવી ફરીયાદ ૧૮૧ ની ટીમને મળતા ટીમ ઘટના સ્થળે પહોંચી પ્રેમીના વિરહમાં માનસિક સંતુલન ગુમાવનાર પ્રેમિકાને બાળકી સાથે સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા ત્યાં પણ તેને ભારે હંગામો કરતાં આખરે તેણીને સખી વન સ્ટોપ ખાતે લઈ જવાતા ત્યાં પણ તેણીએ પોતાના કપડાં ફાડી નાંખવા સાથે હંગામો મચાવતા આખરે કચેરીમાં પણ ભયનો માહોલ ઉભો થયો હતો.પરંતુ એક કહેવત છે કે પ્રેમ કોઈ નાત,જાત કે ધર્મ જોતો નથી તેનો જ ભોગ હાલની યુવતી બની હોય તેવું પ્રાથમિક પ્રાથમિક દ્રષ્ટિએ માનવામાં આવી રહ્યું છે.હજુ પણ આ ઘટના ઉપરથી આજની યુવતીઓ એ પોતાનું ભવિષ્ય કઈ તરફ સારું છે તે અંગે સ્પષ્ટ નિર્ણય કરવો જરૂરી બની ગયો છે.કારણ કે જયારે ઠોકર વાગે ત્યારે પોતાના જ આપની સાથે હોતા નથી અને હાલની જ ભોગ બનેલી યુવતી નું કોઈજ નથી અને પોતાની બાળકી સાથે માનસિક સંતુલન ગુમાવી બેઠી છે.
માનસિક સંતુલન ગુમાવી દેનાર પ્રેમીના પ્રેમમાં પાગલ પ્રેમિકાને સખી વન સ્ટોપમાં તેની બાળકી સાથે રાખવામાં આવી છે અને યુવતીએ પોતાનું માનસિક સંતુલન કેમ ગુમાવ્યું છે તેની માહિતી પણ સખી વન સ્ટોપે પૂરી પાડી છે.
વિધર્મી સાથે પ્રેમમાં પાગલ પ્રેમિકાએ બાળકીને જન્મ આપ્યા બાદ માનસિક અસ્થિર થતાં સખી વન સ્ટોપને સોંપાઈ
- વિધર્મી હિન્દુ પ્રેમિકાને ગર્ભવતી કરી ચાર મહિનાની બાળકીને મૂકી વિધર્મી પ્રેમી અન્ય પ્રેમિકા સાથે દિલ્હી રફુ ચક્કર થતાં હિન્દુ પ્રેમિકાએ ભારે ધમાલ મચાવતા ૧૮૧ એ ટીંગા ટોળી કરી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા - હિન્દુ પ્રેમિકાએ પોતાની ૪ માસની બાળકીને મારી નાંખવાની કોશિશ અને પોતે પણ આત્મહત્યા કરવાની કોશિશ કરી હોવાની સખી વન સ્ટોપ કર્મીઓની કેફીયત : સખી વન સ્ટોપ કર્મચારીઓની સુરક્ષા કેટલી?