google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeCrimeભરૂચના મારુતિ સુઝુકી નેકસાના શો રૂમમાં કામ કરતો સેલ્સ એકઝીક્યુટીવે નકલી રસીદ...

ભરૂચના મારુતિ સુઝુકી નેકસાના શો રૂમમાં કામ કરતો સેલ્સ એકઝીક્યુટીવે નકલી રસીદ રજુ કરી ગ્રાહકને ૩.૪૩ લાખનો ચૂનો ચોપડતા પોલીસ ફરિયાદ

- ઝુબેર ઐયુબ સૈયદે ગ્રાહકને બલેનો ફોર વ્હીલર ગાડી બતાવી ડાઉન પેમેન્ટ સહીત અન્ય પેમેન્ટ મેળવી નકલી રસીદો પધરાવી ૩,૪૫,૩૦૦ તેના પર્સનલ ખાતામાં નંખાવ્યા હતા - ગ્રાહક દિનેશ ગોહિલ ડાઉન પેમેન્ટ અને અન્ય રકમ ચૂકવવા છતાં ગાડીનો કબ્જો ન મળતા નેકસોના સંચાલકને પેમેન્ટ ચૂકવેલાની રસીદો બતાવતા નકલી રસીદોનો ભાંડો ફૂટ્યો

ભરૂચ,
ભરૂચમાં ફોર વ્હીલર ગાડીના શો રૂમમાં સેલ્સ એકઝીક્યુટીવે ગ્રાહકને બલેનો ફોર વ્હીલર ગાડી બતાવી નક્કી થતા જ ગ્રાહક પાસેથી ડાઉન પેમેન્ટ તથા અન્ય ગુગલપે થી પેમેન્ટ મેળવી શો રૂમના સેલ્સ એકઝીક્યુટીવે ગ્રાહકને ૩,૪૩,૦૦૦ નો ચૂનો ચોપડયો હોય અને શો રૂમની રસીદો પણ નકલી રજુ કરતા શો રૂમના મેનેજરે સી ડિવિઝન પોલીસ મથકમાં છેતરપિંડી,વિશ્વાસઘાત તથા બોગસ રસીદો અને દસ્તાવેજો બનાવાનો ગુનો દાખલ કરાવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકમાં મારુતિ સુઝુકી નેકસોના શો રૂમના સિનિયર રિલેશનશિપ મેનેજર સંજય રામચંદ્ર સાનેએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે અમારા શો રૂમમાં સેલ્સ એકઝીક્યુટીવ તરીકે આમોદ તાલુકાના કેરવાડા ગામનો ઝુબેર ઐયુબ સૈયદ નોકરી કરતો હતો અને તેને શો રૂમમાં આવેલા ગ્રાહક દિનેશ ઠાકોરભાઈ ગોહિલને બલેનો ફોર વ્હીલર ગાડી બતાવી હતી અને ગ્રાહકને ગાડી પસંદ પડતા બુક કરાવી હતી અને તેની ડિલિવરી ૧૬-૦૧-૨૦૨૪ ના રોજ આપવાની હોય જેથી બુક કરાવેલ ફોર વ્હીલર ગાડીનું પેમેન્ટ અને જરૂરી ડોક્યુમેન્ટ આવી ગયેલ છે તે અંગે જરૂરી ચકાસણી કરવામાં આવી હતી અને ગ્રાહકે ચુકવેલી રકમના પેમેન્ટની ખાતરી કરતા ગ્રાહકે ડાઉન પેમેન્ટ સહિત અન્ય રકમોની ચુકવણી ગુગલ પે થી આરોપી ઝુબેર ઐયુબ સૈયદને ચુકવેલ હોય જેના સ્ક્રીન સ્લોટ પણ રજુ કરવામાં આવેલ.જેથી શો રૂમમાં નોકરી કરતા ઝુબેર ઐયુબ સૈયદે રસીદો પણ આપી હતી.પરંતુ ગ્રાહકનું પેમેન્ટ શો રૂમના બેંકના ખાતામાં જમા નહિ થયેલ હોવાથી શો રૂમ દ્વારા સેલ્સ એકઝીક્યુટીવ તરીકે નોકરી કરતા ઝુબેર ઐયુબ સૈયદ નો ટેલિફોનક સંપર્ક કરતા ફોન બંધ આવતો હોય જેથી શો રૂમમાં બનેલ બનાવ અંગે તેના માતા-પિતાને જાણ કરતા તે કામ અર્થે બહાર ગયેલ હોવાની હકીકત જણાવેલ.ત્યાર બાદ ઝુબેર શોધખોળ કરતા તે મળી નહિ આવતા તેના વિરુદ્ધમાં છેતરપિંડી, વિશ્વાસઘાત અને બોગસ રસીદ બુકો નો ઉપયોગ કરી ગુનો કરતા સી ડિવિઝન પોલીસ મથકમાં આઈપીસીની કલમ ૪૦૯,૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧ મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સેલ્સ એક્ઝ્યુકિટિવ ઝુબેર ઐયુબ સૈયદની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.
ઓછા સમયમાં વધુ રૂપિયા કમાવાની લાલચ ધણી વખત જેલના સળીયા ગણાવે છે આવો જ એક કિસ્સો નેકસો શો રૂમના સેલ્સ એકઝીક્યુટીવ કે જેને ગ્રાહકો સાથે નકલી રસીદો આપી મોટી છેતરપિંડી કરી હોવાના મામલે આરોપી ઝુબેર ઐયુબ સૈયદની પોલીસે ઘરપકડ કરી કેટલા ગ્રાહકોને નકલી રસીદો આપી છેતરપિંડી કરી છે તેનો ભેદ ઉકેલવા પોલીસે આરોપીને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે.
હવે છેતરપિંડીના ગુનાઓમાં પણ અવનવા કિસ્સા બનતા હોય છે આવોજ એક કિસ્સો ભરૂચના ફોર વહીલર શો રૂમ માંથી સામે આવ્યો છે.જેમાં શો રૂમમાં નોકરી કરનારે ગુગલ પે થી ગ્રાહક પાસેથી રૂપિયા મેળવી ગ્રાહકોને રસીદો પણ આપી પરંતુ પેમેન્ટ ગ્રાહકનું બાકી પડતું હોવાનું સામે આવતા શો રૂમના સેલ્સ એકઝીક્યુટીવનું કારસ્તાન સામે આવી ગયું.જેમાં ગ્રાહકને આપેલી રસીદો પણ નકલી નીકળતા રસીદો કયાંથી આવી,છપાવી છે કે રસીદ બુકની ચોરી કરાઈ છે? તે પણ પોલીસ માટે તપાસનો વિષય બની ગયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!