google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratરૂપાલા હટાઓ - સ્વમાન બચાવોના સૂત્ર હેઠળ સમસ્ત ક્ષત્રિય - રાજપૂત સમાજનું...

રૂપાલા હટાઓ – સ્વમાન બચાવોના સૂત્ર હેઠળ સમસ્ત ક્ષત્રિય – રાજપૂત સમાજનું ભરૂચમાં અસ્મિતા સંમેલન યોજાયું

- રાજપૂત છાત્રાલય ખાતે યોજાયેલ અસ્મિતા સંમેલનમાં વિશાળ સંખ્યામાં ક્ષત્રિય લોકો જોડાયા - ટિકિટ રદ્દ નહીં થાય તો પરિણામ ભોગવવા તૈયાર રહેવાની અપાઈ ચીમકી

ભરૂચ,

રાજ્યભરમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરષોતમ રૂપાલાની ઉમેદવારીને લઈને ક્ષત્રિયો વિરોધ કરી રહ્યાં છે.વિવાદિત નિવેદનથી શરૂ થયેલો વિરોધ શમવાનું નામ લેતો નથી અને દિવસે દિવસે ગુજરાતભર ના જીલ્લાઓ માં પ્રસરતું જાય છે.જેના મુદ્દે ભરૂચના રાજપુત છાત્રાલય ખાતે સમસ્ત ક્ષત્રિય – રાજપૂત સમાજનું અસ્મિતા સંમેલન યોજાયું હતું.જે સંમેલનમાં ભરૂચ જિલ્લાના ક્ષત્રિય સમાજના લોકો વિશાલ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ક્ષત્રિય સમાજની પહેલાથી જ એક જ માંગ છે કે રૂપાલાની લોકસભાની ટિકિટ રદ્દ કરવામાં આવે છે.રૂપાલાની ઉમેદવારી રદ્દ કરવાની માંગ સાઠે ક્ષત્રિય સમાજ અડગ છે.અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિય અગ્રણીઓએ સંબોધન કર્યું હતું.સમગ્ર સંમેલનનો માત્ર એક જ અજેન્ડા છે કે, રૂપાલાની ટિકિટ રદ્દ કરવી, ટિકિટ રદ્દ નહીં થાય તો પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ચીમકી પણ આપવામાં આવી છે.

અન્ય સંગઠનના ક્ષત્રિય સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.ભરૂચ માં આયોજીત ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં સંકલન સમિતિના કરણસિંહ ચાવડા,યુવરાજ સિંહ જાડેજા, ભરૂચના રાજપુત સમાજના યુવા આગેવાન વિરપાલસિંહ અટોદરિયા,પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, સંદીપ માંગરોલા સહિત સમાજના આગેવાનો,વડીલો, યુવાનો, મોટી સંખ્યામાં સમાજની મહિલા ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!