(સંજય પટેલ,જંબુસર)
લોકસભા 2024 ના રાજકોટ બેઠકના ભાવી ઉમેદવાર પરસોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની લાગણી દુભાવવા અંગે ઉમેદવારી રદ કરવા બાબતે શ્રી નુતન રાજપૂત સમાજ,રાષ્ટ્રીય રાજપુત કરણી સેના,અખિલ ગુજરાત રાજપુત હિત વર્ધક મંડળના સંયુક્ત ઉપક્રમે આજરોજ જંબુસર પ્રાંત અધિકારી એમ બી પટેલને આવેદનપત્ર આપી માગણી સંતોષવામાં નહીં આવે તો સમગ્ર દેશમાં દરેક લોકસભા સીટ ઉપર ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધમાં મતદાન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
આવેદનપત્ર શ્રી નુતન રાજપૂત સમાજ પ્રમુખ કમલસિંહ રાજ ની આગેવાનીમાં આપવામાં આવ્યું હતું.જેમાં સિગામ ઠાકોર ઉદેસિહભા,મંત્રી ક્રીપાલસિંહ સિંધા ઉપસ્થિત રહ્યા હતા અને આવેદનપત્રમાં જણાવ્યું હતું કે પરસોતમ રૂપાલા દ્વારા ગત તારીખ 22/ 3/24 ના રોજ રાજા રજવાડા વિશે કોમી ધાર્મિક લાગણી દુભાઈ અને સુલેહ શાંતિનો ભંગ થાય તે પ્રકારના પ્રવચનનો વિડીયો સોશ્યલ મીડિયામાં ફરી રહ્યો છે.રાજ્યમાં શાંતિ દોહડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.તેમજ ક્ષત્રિય ગિરાશદાર સમાજ વિશે અપમાનજનક ટિપ્પણી કરેલ છે.જેને લઈ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ફેલાય છે.આવા ઉમેદવારની ઉમેદવારી રદ્દ કરાવવા સમાજ દ્વારા માંગણી કરવામાં આવી છે.તેમજ સીઆરપીસી,આઈપીસીની જોગવાઈ મુજબ ગુનો નોધી તેઓની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરવા તેમજ ગુજરાતમાં ક્ષત્રિય સમાજ માંથી રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારના સમર્થનમાં મતદાન થતું હોય છતાંય લોકસભા ચૂંટણીમાં એક પણ સીટ રાજપુત સમાજના કોઈ દાવેદારને ફાળવેલ નથી.રૂપાલા દ્વારા સમાજના રજવાડા,માતા,બેહન,દીકરીઓ માટે વાહિયાત ટિપ્પણી કરવામાં આવી છે.જેને લઈ સમસ્ત રાજપૂત સમાજને આઘાત લાગ્યો છે.તમામ માગણીઓની અવગણના કરી પરસોત્તમ રૂપાલા ને ઉમેદવાર તરીકે યથાવત રાખવામાં આવશે તો દરેક લોકસભા સીટ ઉપર ક્ષત્રિય સમાજનું મતદાન ભાજપ વિરોધમાં થશે તેવા પ્રયત્નો કરાશે તેમ જણાવ્યું હતું.આવેદનપત્ર આપવા શ્રી નુતન રાજપૂત સમાજ,રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના,અખિલ ગુજરાત રાજપુત હિત વર્ધક મંડળ હોદ્દેદારો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.