(જયશીલ પટેલ,ઝઘડિયા)
સમસ્ત વાલ્મિકી સમાજ ગુજરાત દ્વારા તમામ જિલ્લાના કારોબારી સમિતિની નિમણૂકો કરવામાં આવી છે, જેમાં ભરૂચ જિલ્લામાં પણ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે, સમસ્ત વાલ્મિકી સમાજ ગુજરાતના જીતુભાઈ બારૈયા દ્વારા ભરૂચ જિલ્લા સમસ્ત વાલ્મિકી સમાજ ગુજરાતના પ્રમુખ તરીકે ઝઘડિયા ના આગેવાન મનુભાઈ મૂળજીભાઈ સોલંકીની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે સમસ્ત વાલ્મિકી સમાજ ગુજરાતના ભરૂચ જિલ્લાના ઉપપ્રમુખ તરીકે ઝઘડિયા ગામના આગેવાન પ્રકાશભાઈ વનમાળીભાઈ સોલંકીની નિમણૂક કરવામાં આવી છે, ભરૂચ જિલ્લા સમસ્ત વાલ્મિકી સમાજ ગુજરાતનું નેતૃત્વ ઝઘડિયા તાલુકાના બે આગેવાનો દ્વારા કરવામાં આવનાર હોય સમસ્ત સમાજ દ્વારા પ્રમુખ ઉપપ્રમુખની વરણીને વધાવી લેવામાં આવી હતી.
સમસ્ત વાલ્મિકી સમાજ ગુજરાતના ભરૂચ જિલ્લાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી
- મનુભાઈ સોલંકી પ્રમુખ તરીકે નીમાયા જ્યારે પ્રકાશભાઈ સોલંકી ની ઉપ-પ્રમુખ તરીકે નિમણૂક થઈ